Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં HMPV નો વધુ એક કેસ, 4 વર્ષનો બાળક પોઝિટિવ

ગુજરાતમાં HMPV નો વધુ એક કેસ, 4 વર્ષનો બાળક પોઝિટિવ
, શુક્રવાર, 31 જાન્યુઆરી 2025 (13:33 IST)
Gujarat 4 Year-old Boy Found HMPV Positive: ગુજરાતમાં હ્યુમન મેટાપ્યુનોવાયરસ (HMPV) નો બીજો એક નવો કેસ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં એક 4 વર્ષના બાળકનો HMPV ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, જેનાથી ગુજરાતમાં HMPV કેસની કુલ સંખ્યા 8 થઈ ગઈ છે. આ માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે. AMCના મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું કે શહેરના ગોતા વિસ્તારનો બાળક હાલમાં ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
 
HMPV સંક્રમિત જોવા મળ્યો બાળક 
અમદાવાદ નગર નિગમના મેડિકલ ઓફિસર ભાવિન સોલંકીએ જણાવ્યુ કે ગોટા વિસ્તારના એક 4 વર્ષના બાળકમાં HMPV જોવા મળ્યુ છે. હાલ આ બાળકની સારવાર ટ્રસ્ટ ચલાવનારા એક હોસ્પિટલમાં થઈ રહી છે. બાળકની હાલત સ્થિર છે. આ બાળકને છેલ્લા કેટલાક સમયથી તાવ અને ખાંસી હતી. 28 જાન્યુઆરીના રોજ તેને એસજીવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.   એ દિવસે બાળકનો ટેસ્ટ કરાવ્યો. જેની રિપોર્ટમાં બાળક HMPV સંક્રમિત જોવા મળ્યો.  
 
ગુજરાતમાં HMPV ના કુલ 8 કેસ 
 સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે દર્દી બાળકને તાજેતરના સમયમાં વિદેશ પ્રવાસનો કોઈ ઇતિહાસ નથી. તેમણે કહ્યું કે આ પહેલા પણ અમદાવાદમાં HMPV ના 6 કેસ નોંધાયા હતા. આમાંથી કેટલાક કેસ અમદાવાદ શહેરની બહારના છે, પરંતુ તેમને અહીંની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, તમામ 6 દર્દીઓને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી હતી. ગુજરાતમાં HMPV કેસોની કુલ સંખ્યા 8 થઈ ગઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Todays Latest News Live - ગુજરાતમાં HMPV નો વધુ એક કેસ, 4 વર્ષનો બાળક પોઝિટિવ