Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે થશે જાહેર

GSEB 10th Result
GSEB 10th Result
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા ધોરણ 10 (SSC) ના લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો આવતીકાલે અંત આવશે. બોર્ડ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે 6 મે, 2026ના રોજ સવારે 8:00 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવશે. આ સાથે જ સંસ્કૃત પ્રથમ વિષયની પરીક્ષાનું પરિણામ પણ આવતીકાલે જ પ્રસિદ્ધ થવાનું હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સાહ અને ફાફડાટ જોવા મળી રહ્યો છે.

ઓનલાઇન માર્કશીટ જોવા માટેની સત્તાવાર પ્રક્રિયા

વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોવા માટે બોર્ડની અધિકૃત વેબસાઇટ gseb.org નો ઉપયોગ કરો 
 વેબસાઇટ પર ગયા પછી હોમ પેજ પર 'SSC Result 2026' ની લિંક પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થીએ પોતાનો સીટ નંબર (Seat Number) દાખલ કરીને 'Go' બટન પર ક્લિક કરતા જ સ્કીન પર માર્કશીટ દેખાશે. પરિણામ જાહેર થતાની સાથે જ વેબસાઇટ પર ટ્રાફિક વધવાની શક્યતા હોવાથી બોર્ડે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

 

વોટ્સએપ દ્વારા પણ મેળવી શકાશે ઝડપી પરિણામ

આ વર્ષે ડિજિટલ સુવિધાને વધુ સરળ બનાવતા બોર્ડે વોટ્સએપ (WhatsApp) દ્વારા પરિણામ જાણવાની સુવિધા આપી છે. જે વિદ્યાર્થીઓને વેબસાઇટ પર પરિણામ જોવામાં મુશ્કેલી પડતી હોય અથવા જ્યાં ઇન્ટરનેટની ધીમી ગતિ હોય, તેઓ 6357300971 નંબર પર પોતાનો બેઠક નંબર મેસેજ કરીને તુરંત જ પોતાનું પરિણામ મેળવી શકશે. આ આધુનિક સેવાથી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને ખૂબ જ મોટી રાહત થશે.
 

પરિણામ બાદની પ્રક્રિયા અને ભવિષ્યનું આયોજન

પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ પોતાની ઓનલાઇન માર્કશીટની પ્રિન્ટ લઈ શકશે, જોકે અસલ માર્કશીટ અને પ્રમાણપત્રો શાળાઓ દ્વારા નિર્ધારિત સમયે વિતરણ કરવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થીને પરિણામમાં સંતોષ ન હોય તો ગુણ ચકાસણી (Re-checking) માટેની અરજી પ્રક્રિયા પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આવતીકાલનું પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ માટે ધોરણ 11માં પ્રવેશ મેળવવાના માર્ગો પણ મોકળા થશે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Oscar Death predictor Cat- આ બિલાડી મૃત્યુની આગાહી કરે છે; જો તે આવીને તમારી નજીક બેસે, તો રમત ખતમ! ડોકટરો પણ આશ્ચર્યચકિત થાય છે.