ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડની 12મા ધોરણની સામાન્ય પ્રવાહની પરીક્ષા બાદ હવે દસમા ધોરણનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરત જિલ્લો ટોચ પર છે, પાટણનું પરિણામ સૌથી ઓછું નોંધાયું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા લેવામાં આવતી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. આ વર્ષે ગુજરાતનું સરેરાશ પરિણામ 65.18 ટકા નોંધાયું છે.
અહેવાલો પ્રમાણે સૌથી વધુ 75.64 ટકા પરિણામ સુરત જિલ્લાનું અને સૌથી ઓછું 54.29 ટકા પરિણામ પાટણ જિલ્લાનું નોંધાયું છે.
પરિણામને www.gseb.org પર જોઈ શકાશે.