હવે ફૅશન સાથે સંકળાયેલા ધંધાને એક નવી ઉંચાઈ પહોંચાડશે રિફ્ટ ફૅશન મૉલ
આજે મોટાભાગના લોકો ઑનલાઇન શોપિંગ કરી રહ્યા છે ત્યારે મોટાભાગની કંપનીઓપણ સમયની સાથે ચાલી રહી છે અને ઈ-કૉમર્સ પ્લેટફોર્મ દ્વારા પોતાના ઉત્પાદનોની સાથે અન્ય પ્રોડક્ટને વેબસાઇટ અને મોબાઇલ ઍપ દ્વારા દેશ-વિદેશમાં પણ પહોંચાડી રહી છે. કોચીની કંપની રેડિકલ ઇનોવેશન ઇન ફૅશન ટ્રેન્ડ (રિફ્ટ)એ પણ હવે નવા દોરની સાથે ડિજિટલ બિઝનેસમાં લોકોને ટક્કર આપવા ધમાકેદાર એન્ટ્રી કરી રહી છે. જેની શરૂઆત શનિવાર 8 જૂન, 2019ના મુંબઈની વિલે પાર્લેસ્થિત હોટેલ અતિથિમાં રિફ્ટ ફૅશન મૉલ લિમિટેડની વેબ સાઇટ અને મોબાઇલ ઍપનું લૉન્ચિંગ ભવ્ય પ્રેસ કોન્ફરન્સમાં કર્યું હતું.
કાર્યક્રમમાં કંપનીના ડિરેક્ટર ઑફ ઇવેન્ટ ઍન્ડ પ્રમોશન રૉય પી.એન્ટોની, ડાયરેક્ટર ઑફ ઓવરસીઝ ઓપરેશન કેપ્ટન હરિ કુમાર, ડાયરેક્ટર ઑફ માર્કેટિંગ સુરેશ બાબુ, માર્કેટિંગ હેડ અનિલ વિજય, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઑફ આઈ-ટી અલી સી પી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મુખ્યઅતિથિ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર એમજેએફ લાયન ડૉક્ટર અજિત જૈન દ્વારા દીપ પ્રગટાવી કરવામાં આવ્યું. કંપનીમાં બેસ્ટ પર્ફોર્મન્સ માટે બેસ્ટ પર્ફોર્મર ઍવોર્ડ હિતેસ ઓઝા અને પ્રવીણ વોરાને ટ્રોપી થી સન્માનવામાં આવ્યા હતા.
રિફ્ટ ફૅશન મૉલ અંગે જણાવતા કંપનીના ડિરેક્ટરે જણાવ્યું કે મોટાભાગની ઍપ્સ માત્ર બી 2 સી એટલે કે બિઝનેસ કંપનીથી કન્ઝ્યુમર સુધી પ્રોડક્ટ પહોંચાડવાનું કામ કરે છે. પરંતુ અમે બી 2 સી ની સાથે બી 2 બી એટલે કે બિઝને થી બિઝનેસ ટ્રેડિંગનું પણ કામ કરીએ છીએ. આને કારણે તમામ બિઝનેસને સફળતાની ટોચે પહોંચાડી શકાય