Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં પતિના અનૈતિક સંબંધના પુરાવા લેવા બોલાવી મહિલા પર ગેંગરેપ

Webdunia
શનિવાર, 30 ઑક્ટોબર 2021 (14:41 IST)
કતારગામની 37 વર્ષીય પરિણીતા પર બે જણાએ ગેંગરેપ કર્યો હતો. બે પૈકી એક પરિણીતાના પતિનો જ મિત્ર છે. તેણે બળાત્કારનો વીડિયો ઉતારી બ્લેકમેઇલ કરી રેપ કર્યો હતો. કતારગામમાં માનસિંગ(નામ બદલ્યું છે) પરિવાર સાથે રહે છે. પરિવારમાં 37 વર્ષીય પત્ની મોહિની( નામ બદલ્યું છે) અને બે સંતાન છે. માનસિંગ રત્ન કલાકાર છે. માનસિંગનો મિત્ર પ્રકાશ ઉર્ફે પકો વોરા( રહે. રુક્મિણી સોસાયટી, બાપા સીતારામ ચોક) અવારનવાર આવતો હતો. પ્રકાશે મોહિનીને કહ્યું હતું કે તેના પતિના બીજી યુવતીઓ સાથે આડાસંબંધ છે. મોહિનીએ કહ્યું હતું કે તેં ખોટું બોલે છે. ત્યારે પ્રકાશે કહ્યું, મારી પાસે પુરાવા છે. તેણે પુરાવા લેવા માટે પ્રકાશે મોહિનીને પીપલોદ બોલાવી હતી. 
મોહિની પીપલોદમાં એમ સુરેશ એન્ડ કંપનીના ફાર્મ હાઉસમાં ગઈ હતી. ત્યાં મોહિની અને પ્રકાશ સિવાય કોઈ ન હતું. ત્યાં મોહિનીએ પુરાવા માગતાં પ્રકાશે મોહિની પર બળાત્કાર ગુજાર્યો હતો.મોહિનીએ પુરાવા માગતાં પ્રકાશે આપ્યા ન હતા. ત્યારે પ્રકાશે મોહિનીને ધમકી આપી કે જો કોઈને વાત કરશે તો બદનામ કરી નાખશે. ત્યાર બાદ થોડા દિવસમાં પ્રકાશે મોહિનીને કતારગામમાં નારાયણનગરમાં આવેલા મિત્ર રમેશના ગોડાઉન પર બોલાવી, ત્યાં બંનેએ બળાત્કાર કર્યો હતો, જેથી પ્રકાશ અને રમેશ વિરુદ્ધ રેપની ફરિયાદ નોંધાવી છે.
 
પ્રકાશે પતિ વિરુદ્ધના પુરાવા શેઠના ફ્લેટ પર છે કહેતા મોહિની ઇચ્છાપોર ખાતે પ્રકાશના શેઠના ફ્લેટ પર ગઈ હતી. ત્યાં પ્રકાશે મોહિનીને કેફી પીણું પીવડાવી ફરી રેપ કર્યો હતો. મોહિનીને હોંશ આવતાં પ્રકાશે કહ્યું, તેના થકી તે પુત્રનો પિતા બનવા માગે છે. પ્રકાશની વાત સાંભળી મોહિની ચોંકી હતી. ત્યાર બાદ વારંવાર બ્લેકમેઇ કરતો હતો. તે વારંવાર કહેતો કે તેનાથી પુત્ર જોઈએ છે. હું જેમ કહું એમ ન કરે તો પ્રકાશે તેના પતિને બધી વાત કહેવાની તથા બળાત્કારનો વીડિયો બતાવવાની ધમકી આપી 80 હજાર પણ પડાવ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

યોગી આદિત્યનાથે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પર નિવેદન આપ્યું

સ્પેનમાં આવેલા ભયાનક પૂર પછી રસ્તા પર ઉતર્યા લોકો

દિલ્હીમાં ‘અતિશય ખરાબ’ શ્રેણીમાં પહોંચ્યું પ્રદૂષણ, પાકિસ્તાનમાં પણ હવા ખરાબ

યુવકે પરિણીત યુવતીને હોટલમાં બોલાવી, કહ્યું- હું તારી સાથે છું..., પછી જે થયું તે માનવામાં નહીં આવે

હિજાબ પછી દાઢી પર હંગામો! કોલેજના નિયમોને લઈને કેમ થયો વિવાદ? મુખ્યમંત્રીએ દરમિયાનગીરી કરી

આગળનો લેખ
Show comments