Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ

Webdunia
રવિવાર, 3 ઑક્ટોબર 2021 (19:34 IST)
મહાનગરપાલિકાની ચૂંટણી મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું. પાંચ ઓક્ટોબરે મતગણતરી યોજાશે. ચૂંટણીમાં સરેરાશ 55 ટકા કરતા વધુ મતદાન થયું હોવાના સંકેત મળી રહ્યા છે.
 
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં 6 વાગ્યા સુધીમાં 54 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધારે મતદાન વોર્ડ-7 કોલવડા-વાવોલમાં 67 ટકા થયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન વોર્ડ-5 પંચદેવમાં 37 ટકા નોંધાયું છે. 60 ટકા કરતા ઓછું મતદાન થવાથી ત્રણેય રાજકીય પક્ષો ચિંતામાં આવી ગયા છે. ભાજપ માટે આ ચૂંટણી એક ટેસ્ટ સમાન માનવામાં આવે છે. જ્યારે કોંગ્રેસ માટે પુનઃ બેઠું થવાની તો આપ માટે પાટનગરમાં પોતાની જગ્યા બનાવવાનો આ સંગ્રામ છે. જોકે ઓછા મતદાને રાજકીય પક્ષોને વિચારતા કરી મુક્યા છે.
 
મનપાની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન વોર્ડ-7માં 61.76 ટકા જ્યારે સૌથી ઓછુ મતદાન વોર્ડ-5માં 35.86 ટકા અત્યારસુધી નોંધાયું છે. આજે 11 વોર્ડ માં 44 બેઠકો માટે 161 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. જેમાં 44 ભાજપ, 44 કોંગ્રેસ, 40 આમ આદમી પાર્ટી, 14 બહુજન સમાજ વાદી પાર્ટી, 2 નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, 6 અન્ય પક્ષના તેમજ 11 અપક્ષ પાર્ટીના ઉમેદવારોએ હરીફાઈમાં ઝંપલાવ્યું છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Paris Paralympics 2024: પેરા શૂટર અવની લેખરાએ રચ્યો ઈતિહાસ, ગોલ્ડ મેડલ પર અને મોનાએ બ્રોન્ઝ મેળવ્યો

Smile Pay- રોકડ, કાર્ડ કે મોબઈલ નહી હવે ચેહરા દેખાડી કરો પેમેંટ જાણો કેવી રીતે

PM મોદીએ શિવાજીની પ્રતિમા તૂટી પડવા બદલ માંગી માફી, બોલ્યા ચરણોમાં શિશ ઝુકાવી માફી માંગુ છુ

કોલકતા રેપ અને મર્ડર કેસ : પીડિતાના પિતા અને હૉસ્પિટલ તંત્ર વચ્ચેની વાતચીતનો ઑડિયો વાઇરલ થયો

બાગેશ્વર ધામમાં વાંદરાની સુંદરતાથી મંત્રમુગ્ધ ઓરિસ્સાની મહિલા 'તે ખૂબ જ ગોરો છે'

આગળનો લેખ
Show comments