Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gandhinagar GMC Election Result- ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીનું મતદાન પૂર્ણ, આવતીકાલે આવશે પરિણામ

bypoll election results 2026.jpg
રવિવારે ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનની 44 બેઠકોની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું, જે સાંજે છ વાગ્યે સંપન્ન થયું હતું.
 
ડીડી ન્યૂઝના અહેવાલ પ્રમાણે બપોરના એક વાગ્યા સુધી આ ચૂંટણીમાં 31.90 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણીનું પરિણામ આગામી 13 ઑક્ટોબરે આવશે.
 
રાજ્ય ચૂંટણીપંચના આંકડા અનુસાર, મ્યુનિસિપલ કૉર્પોરેશનના 11 વૉર્ડ્સમાં કૂલ 2,59,985 રજિસ્ટર્ડ મતદારો છે.
ALSO READ: વૈષ્ણોદેવી યાત્રા - માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા જઈ રહ્યા છે ? યાત્રા પહેલા આ માહિતી જરૂર વાંચો
 
નોંધનીય છે કે ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે, ચૂંટણી પહેલાં કૉંગ્રેસે પોતાના 44 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવા પડ્યા હતા.
કૉંગ્રેસે દાવો કર્યો હતો કે ભાજપ દ્વારા યેનકેન્ પ્રકારે ઉમેદવારો પર ફૉર્મ પરત ખેંચી લેવાના દબાણ કરવાનું શરૂ કરી દે છે. જોકે, ભાજપે આ આરોપ નકારી કાઢ્યો હતો.
 
ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીના મુદ્દાની વાત કરીએ તો તેમાં રોડ-રસ્તા, કચરાનો નિકાલ અને પાણીની સમસ્યા મુખ્ય હતા.
 
નોંધનીય છે કે, વર્ષ 2021માં યોજાયેલી પાછલી મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ 41, કૉંગ્રેસ બે અને આપ એક બેઠક જીતી શક્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વૈષ્ણોદેવી યાત્રા - માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા જઈ રહ્યા છે ? યાત્રા પહેલા આ માહિતી જરૂર વાંચો