Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અમદાવાદમાં પૂર્વ રેન્જ IG એ.કે જાડેજાનું નિધન, લાંબા સમયથી બીમારીથી પીડિત હતાં

AK Jadeja
, બુધવાર, 4 મે 2022 (11:10 IST)
અમદાવાદના પોલીસબેડામાંથી આઘાતજનક સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. અમદાવાદમાં પૂર્વ રેન્જ IG એ.કે જાડેજાનું નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી ઝાયડસ હોસ્પિટલમાં દાખલ હતા. સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા અને દુનિયાને અલવિદા કહ્યું હતું. તેઓ લાંબા સમયથી બીમારીથી પીડિત હતાં અને આખરે આ બીમારી સામે તેઓ જિંદગીની જંગ હારી ગયા છે. તેઓએ લતીફ ગેંગનો સફાયો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
 
એ.કે.જાડેજાનું પુરુ નામ અનિલસિંહ કનકસિંહ જાડેજા હતું. તેઓ 1982માં સબ ઈન્સપેક્ટર તરીકે પોલીસ વિભાગમાં જોડાયા હતા. ત્યારબાદ 1990માં જીપીએસસીની પરીક્ષા પાસ કરીને તેઓ નાયબ પોલીસ અધિક્ષક બન્યા હતા. તેઓએ અમદાવાદમાં ઓપરેશન લતીફની શરુઆત કરી હતી. આ ઓપરેશનમાં એ.કે.જાડેજાએ ગેંગના 18 જેટલાં સાગરિતોને ઝડપી પાડ્યા હતા. અમદાવાદમાં લતીફ વહાબ ગેંગના સાગરિતોને ઝડપી પાડતા રાજ્ય સરકારે તેમની કામગીરીને બિરદાવી હતી. રાજ્ય સરકાર દ્વારા તેઓને 50 હજાર રૂપિયાનું ઈનામ પણ મળ્યું હતું.
 
એટલું જ નહીં તેઓએ 6 શીખ ત્રાસવાદી ઉપરાંત ખાલિસ્તાન લેબ્રેસન ફોર્સના સૂત્રધારોને રાઈફલો સાથે ઝડપી પાડ્યા હતા. ઉપરાંત CID ક્રાઈમમાં 2011થી 2013 સુધી નાયબ પોલીસ મહાનિરીક્ષક તરીકે ફરજ નિભાવીને અનેક ગુનાઓ ઉકેલ્યા હતા. 2001માં તેઓ IPS તરીકે નોમિનેટ થયા હતા. ત્યારે તેમનું સૌથી પહેલું પોસ્ટિંગ દાહોદમાં થયું હતું. ગોધરાકાંડ વખતે પણ તેઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
 
આ ઉપરાંત કોમી હિંસા વખતે 1850 લોકોને બચાવ્યા હતા. 2001માં આઇપીએસ તરીકે તેઓ નોમિનેટ થયા, ત્યારે સૌથી પહેલું પોસ્ટિંગ દાહોદમાં થયું. ગોધરાકાંડ વખતે કોમીહિંસા ફાટી નીકળી, ત્યારે તેમણે 650 મુસ્લિમ અને 1200 હિન્દુને સલામત સ્થળે રાખીને તેમના જીવ બચાવી એક ફરજનિષ્ઠ અને માનવતાવાદી ફરજ અદા કરી પોલીસફોર્સનું ગૌરવ વધાર્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જોધપુર હિંસા - કરફ્યુગ્રસ્ત વિસ્તારમાં પછી ચાલ્યા ચાકુ, આજે રાત્રે 12 વાગ્યા સુધી લાગુ છે રોક, જાણો અપડેટ