છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં આગની ઘટનાઓના બનવા વધી ગયા છે. ત્યારે આજેજૂનાગઢની એસઆરએલ લેબમાં આગની ઘટના સર્જાઇ હતી. હોસ્પિટલની પાસે આવેલી લેબોરેટરીમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી. આગ લાગતાં પાસે આવેલી કનેરિયા હોસ્પિટલમાંથી દર્દીઓને હટાવવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢના દ્રારકાધીશ માર્કેટમાં આવેલી એસએલઆર લેબોરેટરીમાં આજે વહેલી સવારે આગ ભભૂકી ઉઠી હતી. આગના પગલે લેબની બાજુમાં આવેલી કનેરિયા હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લેબોરેટરીમાં આગ લાગ્યા બાદ તેનો ધૂમાડો નજીકમાં આવેલી હોસ્પિટલ સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ તત્કાલ ત્યાં સારવાર લઈ રહેલા જવાનોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ, હોમગાર્ડ જવાન અને 108ની ટીમે આ દર્દીઓને સલામત બહાર કાઢી લીધા હતા.
સમયસૂચકતાના લીધે હોસ્પિટલમાંથી 10 દર્દીઓને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. આગની ઘટના વિશે માહિતી મળતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.