Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં રૂના ગોડાઉનમાં તથા સુરતમાં પ્રોસેસિંગ મીલમાં ભીષણ આગની ઘટના, કોઈ જાનહાની નહીં

Webdunia
ગુરુવાર, 20 જાન્યુઆરી 2022 (09:55 IST)
અમદાવાદમાં પીરાણા પીપળજ રોડ પર સ્થિત રૂના ગોડાઉનમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. આગની ઘટનાનો કોલ મળતાં જ ફાયરબ્રિગેડની આઠ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. બે કલાકથી વધુ સમય સુધી પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાઈ હતી.

હાલમાં આગ કાબુમાં આવી જતાં કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આગ લાગવાનું કારણ હજી અકબંધ છે. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ મોડી રાત્રે કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે પીરાણા પીપળજ રોડ પર આવેલા રાકેશ ફેબ્રિક નામના ગોડાઉનમાં આગ લાગી છે. જેથી ફાયરબ્રિગેડની 8 ગજરાજ અને એક મિનિ ફાઈટરને ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યા હતા.ફાયર બ્રિગેડના જવાનોએ બે કલાકની ભારે જહેમત કરી અને આગને કાબૂમાં લીધી હતી.

રૂનું ગોડાઉન હોવાથી આગ વધુ ફેલાઈ હતી. હાલમાં આગ કાબૂમાં આવી ગઈ છે. તેમજ કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.સુરત જિલ્લાના પલસાણા તાલુકામા  આવેલી સોમીયા  પ્રોસેસિંગ પ્રાઇવેટ લિમિટેડ ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. અંદાજે સવારે  3 વાગ્યાંની આસપાસ એક ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરી નો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારે લાગેલી આગને કારણે ફાયર વિભાગ દોડતું થયું હતું. આગ એટલી ભીષણ હતી કે મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો હતો. આગ ભીષણ હોવાને કારણે પલસાણા તાલુકા બારડોલી, સચિન,, સુરત બારડોલી વ્યારા સહિતની ફાયર સ્ટેશન ની ગાડીઓ આગ ઉપર કાબુ મેળવવા પહોંચી હતી તો ખાનગી મોટી કંપનીઓની ઘટનાસ્થળ પર પહોંચી હતી. 
 
 કાપડ પ્રોસેસિંગની મિલમાં આગ લાગતા ની સાથે જ આખેઆખી કંપની આગની લપેટમાં આવી ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે આસપાસની મિલો પણ બંધ કરી દેવામાં આવી હતી. આગની જ્વાળાઓ ના કારણે આસપાસના યુનિટોને પણ નુકસાન થાય તેવી ભિતી સેવાઇ રહી હતી. તમામ ફાયર વિભાગની ગાડીઓ ત્યાં પહોંચી ગયા બાદ અંદાજે ચારથી પાંચ કલાકના સમય સુધી સતત આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો પરંતુ આગ એટલી ભીષણ હતી કે હજી પણ કોલિંગ ની કામગીરી ચાલુ છે. વહેલી સવારે લાગેલી આગમાં સદ્નસીબે અત્યાર સુધી કોઇપણ જાનહાનિ થયા હોવાના સમાચાર મળી રહ્યા નથી.
 
 ફાયર ઓફિસર વિજય કાંત ત્રિવેદીએ જણાવ્યું કે સોમીયા  પ્રોસેસિંગ  મિલમાં  કલર  બનવવાનું  કામ  ખુબ  મોટા  પાયે  થાય  છે. બોલર ની આસપાસ આઝાદ લાગે અને ત્યારબાદ પથરી હોવાનું જાણવા મળ્યું છે.ડાઇંગ પ્રિન્ટીંગ પ્રોસેસિંગની અંદર જ્યારે પણ આગ લાગતી હોય છે જ્યારે તેના ઉપર કાબૂ મેળવવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. કાપડ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી જેટલી પણ સામગ્રી હોય છે તે મહદઅંશે પેટ્રોલિયમ પેદાશોની હોય છે અને તેના કારણે આગ  ખૂબ જ ઝડપથી પ્રસરે છે અને તેના ઉપર કાબૂ મેળવવો પણ ખૂબ મુશ્કેલ બની જતું હોય છે. અમને કોલ મળતાની સાથે જ મેરી ટીમ અહીં આવીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો. સુરત સહિત તાપી જિલ્લામાંથી નવસારી જિલ્લામાંથી તેમજ સુરત ગ્રામ્ય અને બારડોલીને પણ ફાયર ફાઈટરની ટીમો અહીં પહોંચીને કુલિંગ ની કામગીરીમાં જોડાઈ હતી. અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની જાનહાનીના સમાચાર નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

યોગી આદિત્યનાથે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પર નિવેદન આપ્યું

સ્પેનમાં આવેલા ભયાનક પૂર પછી રસ્તા પર ઉતર્યા લોકો

દિલ્હીમાં ‘અતિશય ખરાબ’ શ્રેણીમાં પહોંચ્યું પ્રદૂષણ, પાકિસ્તાનમાં પણ હવા ખરાબ

યુવકે પરિણીત યુવતીને હોટલમાં બોલાવી, કહ્યું- હું તારી સાથે છું..., પછી જે થયું તે માનવામાં નહીં આવે

હિજાબ પછી દાઢી પર હંગામો! કોલેજના નિયમોને લઈને કેમ થયો વિવાદ? મુખ્યમંત્રીએ દરમિયાનગીરી કરી

આગળનો લેખ
Show comments