Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

વલસાડ પાસે જ્વલનશીલ પ્રવાહી ભરેલું ટેન્કર અગનગોળો બન્યું, નેશનલ હાઈવે-48 બંધ કરાયો

Fierce fire in chemical tanker
વલસાડ , બુધવાર, 21 ફેબ્રુઆરી 2024 (20:43 IST)
Fierce fire in chemical tanker
વાઘલધારા પાસેના નેશનલ હાઈવે પર આજે સાંજના સમયે જ્વલનશીલ પ્રવાહી ભરેલા ટેન્કરમાં આગ ફાટી નીકળતા ગણતરીની સેકન્ડમાં જ ટેન્કર બળીને ખાક થઈ ગયું હતું. આગ એટલી ભીષણ હતી કે, પાછળ આવી રહેલા અન્ય કેટલાક વાહનો પણ ચપેટમાં આવી ગયા હતા. આગના પગલે નેશનલ હાઈવે પરનો વાહનવ્યવહાર થંભી ગયો છે. હાલ ફાયરબ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

 
કેટલાક વાહનો પણ આગની ચપેટમાં આવી ગયા
પ્રાપ્ત વિગતો પ્રમાણે વલસાડ જિલ્લાના વાઘલધારા પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર પસાર થઈ રહેલા જ્વલનશીલ પ્રવાહી ભરેલા ટેન્કરમાં આગ ફાટી નીકળી હતી. ટેન્કરમાં જ્વલનશીલ પ્રવાહી ભરેલું હોય આગે ગણતરીની સેકન્ડોમાં જ વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી વિકરાળ હતી કે પાછળ આવેલા કેટલાક વાહનો પણ આગની ચપેટમાં આવી ગયા હોવાનું જાણવા મળ્યું છે.ફાયરબ્રિગેડની ટીમ હાલ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતમાં ચોકલેટની લાલચમાં 5 વર્ષની બાળકી બળાત્કારનો ભોગ બની