Webdunia - Bharat's app for daily news and videos

Install App

૨૦૧૫થી ૨૦૧૮ સુધીમાં સૌથી વધુ નકલી નોટો ગુજરાતમાંથી પકડાઇ

Webdunia
સોમવાર, 7 જાન્યુઆરી 2019 (13:08 IST)
૨૦૧૫થી ૨૦૧૮ વચ્ચે નકલી નોટો પકડાવવાના મામલે દેશના ૧૭ સરહદી રાજયોમાંથી ગુજરાત પ્રથમ ક્રમે છે. આ વર્ષે ૧ જાન્યુઆરીએ લોકસભામાં રજૂ કરાયેલા NCRB ના રિપોર્ટ પ્રમાણે, નોટબંધી પછી ૨૦૧૭ અને ૨૦૧૮માં ગુજરાતમાંથી ૧૦.૧૬ કરોડની નકલી નોટો ઝડપાઈ હતી જયારે ૨૦૧૫ અને ૨૦૧૬માં આ આંકડો ૩.૯૬ કરોડ  હતો. ૨૦૧૮માં ગુજરાતમાં ૧.૧૫ કરોડના મૂલ્યની ૨૭,૭૨૪ નકલી નોટો ઝડપાઈ. જયારે પશ્ચિમ બંગાળમાંથી કુલ ૧.૪૦ કરોડની નકલી નોટો ઝડપાઈ. આ મામલે ૨૦૧૮માં પશ્ચિમ બંગાળ પ્રથમ ક્રમે અને ગુજરાત બીજા ક્રમે  રહ્યું. ગુજરાતની જમીની અને દરિયાઈ સરહદને અડીને પાકિસ્તાન આવેલું છે ત્યારે ૨૦૧૭માં ૯ કરોડની નકલી નોટો સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે હતું. 

બાંગ્લાદેશ, નેપાળ અને ભૂટાન પશ્ચિમ બંગાળની સીમાએ આવેલા દેશો છે. ૨૦૧૭માં પશ્ચિમ બંગાળમાંથી ૬.૧૯ કરોડની નકલી નોટો પકડાઈ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓના મતે ગુજરાતની પોલીસ સતર્ક હોવાથી બજારમાં નકલી નોટો પ્રવેશતી અટકાવાઈ. અધિકારીઓના મતે ગુજરાતમાં વેપાર-ધંધા સમૃદ્ઘ હોવાથી નાણાંકીય લેવડ-દેવડ પણ મોટા પ્રમાણમાં થાય છે એટલે નકલી નોટો ફરતી કરવી સરળ છે. પોલીસે જણાવ્યું, 'નકલી નોટો પકડાવવાના મોટાભાગના કેસના મૂળિયા પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં હોય છે. આ નકલી નોટોનો જથ્થો ગુજરાતના મોટા શહેરોમાં પહોંચાડવામાં આવે છે અને અહીંથી મુંબઈ, દિલ્હી અને બેંગલુરૂ જેવા મેટ્રો સિટીમાં પહોંચી આર્થિક સ્થિતિ નબળી પાડે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Maharashtra Assembly Election Live: MVA 160 બેઠકો જીતવાની અપેક્ષા છે, જીતેન્દ્ર આહવાડે પોતાનો મત આપ્યા પછી કહ્યું?

Jharkhand Assembly Election 2024 - ઝારખંડમાં બીજા તબક્કાનું મતદાન શરૂ, પ્રથમ તબક્કામાં 528 ઉમેદવારોનું ભાવિ દાવ પર

JCB પર સવાર થઈને કાગળની જેમ ઉડાવ્યા લાખો રૂપિયા, યુપીના આ ગામનો ભવ્ય લગ્નનો વીડિયો વાયરલ

માગશર મહિનો 2024- માગશર મહિનામાં શું કરવું

રાજકોટના પડધરીમાં સહારા યુનાઈટ પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગી.

આગળનો લેખ
Show comments