baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામની તારીખો થઈ જાહેર

ગુજરાત બોર્ડ10
, શુક્રવાર, 26 એપ્રિલ 2019 (17:05 IST)
ગાંધીનગર : ધોરણ 10 અને 12માં બોર્ડની પરીક્ષા પૂરી થઈ ત્યારથી જ વિદ્યાર્થીઓ અને વાલીઓ પરિણામની આતૂરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે. બાળકના ઘડતરમાં 10મું અને 12મું ધોરણ મુખ્ય ફાળો ભજવે છે. ત્યારે હવે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પરિણામ મે મહિનામાં જ જાહેર કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.
 
મળતી જાણકારી પ્રમાણે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ મે મહિનાના ત્રીજા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે. આ અનુસાર પરિણામ 15મી થી 20મી મેની વચ્ચે આવી શકે છે. આ સિવાય ઘોરણ 10નું પરિણામ 28થી 31 તારીખની વચ્ચે જાહેર કરવામાં આવશે.
 
7 માર્ચ, 2019ના દિવસે ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઇ હતી.  ધોરણ 10ના 10 લાખ વિદ્યાર્થીઓ અને ધોરણ 12ના 6-7 લાખ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી. 
 
અંદાજે ઘોરણ 10ના પરિણામ 28 મે ના રોજ અને ધોરણ 12 ના પરિણામ 31 મે ના રોજ જાહેર થઈ શકે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નારાયણ સાંઈની કલંક કથા, પ્રવચનની આડમાં મિટાવતો પોતાની હવસ