એક્શન પ્લાન તૈયાર કરાયો છે. ઘાયલ થવાના બનાવોમાં શહેરી વિસ્તારોમાં 40થી 50% ટકા અને સમગ્ર ગુજરાતમાં 35થી 40 ટકા વધારો થાય છે. ગત્ત વર્ષે 14મી જાન્યુઆરીએ 17 ટકા અને 15મી જાન્યુઆરીએ 108ની કામગીરીમાં 13 ટકા વધારો જોવા મળ્યો હતો. જેથી આ વખતે 14મી જાન્યુઆરીએ 30 ટકા અને 15મી જાન્યુઆરીએ 26 ટકા જેટલો વધારો કામગીરીમાં થાય તેવી શક્યતા છે.
આ દિવસોમાં સવારે 08 વાગ્યાથી બપોરના 03 વાગ્યા સુધી 108ને સૌથી વધુ કોલ્સ મળે છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં 108ને જે રોજીંદા ઇમરજન્સી કોલ મળે છે. તેના પ્રમાણમાં વર્ષ 2016માં તો વધારો જોવા મળ્યો હતો. તેને લઈને આ વર્ષે કેટલા પ્રમાણમાં અને કેવા પ્રકારના ઇમરજન્સી કોલ્સ મળશે તે બાબતનું એનાલિસિસ કરાયુ છે. 108ની ટીમે એનાલિસીસ કરતા આ વખતની ઉત્તરાયણમાં 3400થી પણ વધુ અને 15મીએ 3300થી પણ વધુ કોલ મળે તેવું તારણ કાઢ્યું છે. જેમાં ખાસ કરીને સામાન્ય દિવસોમાં મારા-મારીના રોજના 50 કેસ આવે છે. 14 જાન્યુઆરીએ મારા-મારીના કોલ વધીને 218 થવાની શક્યતા છે. તો 15 જાન્યુઆરીએ મારા-મારીના કોલ 136 થવાની શક્યતા છે.
સામાન્ય દિવસોમાં રોજના દાઝી જવાના 08 કેસ હોય છે. 14 જાન્યુઆરીએ દાઝી જવાના કોલ 32 થઇ શકે તો 15 જાન્યુઆરીએ દાઝી જવાના કોલ 29 થઇ શકે છે. સામાન્ય દિવસોમાં વાહન અકસ્માતના 276 કેસ હોય છે. 14મી જાન્યુઆરીએ વાહન અકસ્માતના કોલ 725 આંકડો પાર કરી શકે છે. તો 15મી જાન્યુઆરીએ વાહન અકસ્માતના કોલ 468નો આંક પાર કરી શકે છે.
સામાન્ય દિવસોમાં અન્ય પ્રકારના અકસ્માતના 147 કેસ હોય છે. 14મી જાન્યુઆરીએ અન્ય પ્રકારના અકસ્માતના કોલ વધીને 380 થઈ શકે છે. 15મી જાન્યુઆરીએ અન્ય પ્રકારના અકસ્માતના કોલ 321 શકે છે.સામાન્ય દિવસોમાં શ્વાસની બિમારીના 146 જેટલા કોલ મળે છે. 14મી જાન્યુઆરીએ 169 કોલ આવી શકે. 15મીએ 198 જેટલા કોલ આવી શકે. ઈમરજન્સી સારવારના રોજના 137 કેસ હોય છે. 14-જાન્યુના દિવસે વધીને 348 થઇ શકે છે. 15-જાન્યુના દિવસે 255 થઇ શકે છે. ઉત્તરાયણમાં અગાસી પરથી પડી જવાના કે દોરી વાગવાની દુર્ઘટનાના બનાવો વધતાં હોવાનું ઈમરજન્સી 108ના ધ્યાને આવતા છેલ્લા 5 વર્ષના કેસ ડેટા જોતાં ઉતરાયણ પર્વમાં ઇમરજન્સીની જરૂરિયાત વધતી હોવાને કારણે ઇમરજન્સી 108 દ્વારા એમ્બ્યુલન્સમાં વધારો કરવામાં આવ્યો છે. જે માટે વધારાની સખ્યામાં ઈમરજન્સી ઓફીસર અને ડૉકટરોની ટીમને તૈયાર કરી દેવાઈ છે. ઉપરાંત 108 કર્મચારીઓની રજાઓ પણ રદ કરી દેવાઈ છે. પતંગ ચગાવતી વખતે ખાસ સલામતી રાખવાની અપીલ ઇમજરન્સી સેવા 108 દ્વારા કરાઇ છે. જેમાં લીસી, ખરબચડી, તૂટેલી, નબળી છત કે ધાબા પર ઉભા ન રહેવું જોઇએ. નબળા, જર્જરિત બાંધકામ કે છાપરા પર પતંગ ચગાવવા ન ચઢવું, ઉંચાઇએથી જમીન પર કૂદવું નહીં, જાહેર રસ્તાઓ પર પતંગ પકડવા દોડવું નહીં, ઇલેક્ટ્રીક વાયર, રોડ અને વીજળીના થાંભલાની નજીક પતંગ ચગાવવા નહીં વગેરે તકેદારી રાખવાની અપીલ કરાઇ છે.