કચ્છમાં રાત્રે 12.18 કલાકે દૂધઈ નજીક પ્રથમ આંચકો 1.6 નો નોંધાયો હતો. પછી ભચાઈ પાસે વહેલી સવારે 3.18 કલાકે રીક્ટેર સ્કેર પર 3 ની તીવ્રતાનો ભુકંપ આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ ભચાઉ હતું. સવારે 3.53 કલાકે ફરી ભચાઉ નજીક વધુ 1.3 અને 1.8 ના બે આચકા આવ્યા હતા.
બીજી બાજુ ઘણા લાંબા સમય બાદ ખાવડા પાસે પણ આંચકો નોંધાયો. 2.4ની તીવ્રતાના આંચકો સવારે 7.21 કલાકે આવ્યો હતોં. બપોરે 12.16 કલાકે રાપરમાં પણ હળવું કંપન થયું હતું જેની તીવ્રતા 1.8ની હતી.