Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગીર-સોમનાથ અને અમરેલી જીલ્લામાં ભૂકંપના આંચકા, ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગીર જંગલમાં હોવાનું અનુમાન

ગીર-સોમનાથ અને અમરેલી જીલ્લામાં ભૂકંપના આંચકા, ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગીર જંગલમાં હોવાનું અનુમાન
, મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (16:32 IST)
આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અમરેલી જીલ્લાના કેટલાક વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ખાંભા અને ગ્રામ્ય વિસ્તારોમાં આંચકાઓનો અનુભવ થયો હતો. ઘૂઘવાણા, બોરાળા, હનુમાનપર,પચપચીયા,ખાડાધાર સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 2:30 આસપાસ ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. ઉના નજીક કેન્દ્ર બિંદુ હોવાનું સામે આવ્યું છે. ભૂકંપના આંચકાઓમો અનુભવ થતા લોકો ઘરની બહાર નીકળ્યા હતા. 
 
પ્રાપ્ત વિગતો મુજબ જીલ્‍લાના ઉના-ગીરગઢડા તાલુકાના 15 ગામો કે જે ગીર જંગલ બોર્ડર વિસ્‍તારમાં આવેલા છે. તે ગામોની ઘરતી બપોરે 2 વાગ્‍યાના 32 મિનિટે અનેક સેકન્‍ડ સુઘી એકાએક ઘરા ઘ્રુજી. જેના પગલે ગ્રામીણોમાં ગભરાટ ફેલાયો અને બધા ઘરની બહાર દોડી આવ્યા. લોકોને કંઇ સમજાતુ ન હતુ કે એકાએક શું થયુ. અણઘાર્યા આવેલા ભૂકંપના આંચકાને લઇ લોકોમાં ગભરાટની લાગણી પ્રસરી ગઇ હતી. જયારે ભૂકંપની તીવ્રતા 3.4 ની હોવાનું અને તેનું કેન્‍દ્ર બિંદુ ઉના શહેરથી નોર્થ વેસ્‍ટ દિશામાં 30 કીમી દુર બિલિયાત નેસ વિસ્‍તારમાં નોંઘાયુ હોવાનું જાણવા મળેલ છે.
 
ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગીર જંગલમાં હોવાનું અનુમાન છે. જો કે જાનમાલને નુકશાની નુક્શાન નહિ. જસાધાર રેન્જનાં ગીર બોર્ડેરના 15 જેટલા ગામોમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. ઘણા સમય બાદ ગીર સોમનાથમાં ભૂકંપનો આંચકો આવતા ગ્રામજનોમાં ગભરાટની લાગણી પ્રસરી ગઇ હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નીરજ ચોપડાના હાથમાં રોટલી અને ચા જણાવ્યુ ટેંશન દૂર કરવાના ઉપાય