સુરતના પોશ વિસ્તારોમાં સતત પાર્ટીઓનું આયોજન થઈ રહ્યું છે તો પણ સુરત પોલીસ જાણે ઊંઘતી હોય તેવું લાગી રહ્યું છે. સુરતના પોશ વિસ્તારનાં નબીરા ડીજે પાર્ટીઓમાં મસ્તી કરી રહ્યા છે ત્યારે સુરત પોલીસ આવી પાર્ટીઓનું આયોજન કરનારાઓને અંકુશમાં રાખવામાં સદંતર નિષ્ફળ થઇ રહી છે. વારંવાર થતી પાર્ટીઓનો અર્થ એવો સમજી શકાય કે કદાચ પોલીસ અને આ બાબતની જાણ હોવા છતાં પણ અંદરખાનેથી તેમને મંજૂરી આપતા હોય તેવું બની શકે. કારણ કે અત્યાર સુધી આ ડીજે પાર્ટીનું આયોજન કરનારા સામે પોલીસે કોઇ પણ પ્રકારના સખત પગલા લીધા નથી તેથી જ આવા આયોજકો બેફિકરાઈથી કોરોના ગાઇડલાઇન ઉલ્લંઘન કરીને આયોજન કરતા હોય છે.
ડુમસ વિસ્તારની અંદર ડીજે નાઇટ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનો એકત્રીત થયા હતા. એક પણ યુવક યુવતીના ચહેરા ઉપર માસ્ક જોવા મળ્યું ન હતું અને સોશિયલ સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાયું ન હતું. જેમાં 100થી વધુ યુવક-યુવતીઓ સામેલ હતા. ડીજેના તાલે મોટા ઘરના નબીરાઓ ડાન્સના તાલે ઝુમી રહ્યા હતા. મન મૂકીને યુવાવર્ગ ડીજે પાર્ટીમાં ડોન્સ કરતાં જોવા મળ્યા હતા. તેમને જાણે કોરોનાનો કોઈપણ પ્રકારનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે. એક યુવતીએ વીડિયો અપલોડ કરતાં ભાંડો ફૂટ્યો હતો.
ગુજરાતમાં હાલ જીવલેણ કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ હજુ પણ કેસો તો નોંધાઈ રહ્યા છે. જો બેદકરકારી દાખવવામાં આવશે તો પરિસ્થિતિ કાબુ બહાર જાય તેવી શક્યતા છે. ઉમરા પોલીસે જાતે ફરિયાદી બનીને પાર્ટીનું આયોજન કરનાર વૈભવ નયન શાહ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. જોકે રેસ્ટોરન્ટના માલિકે પણ આ પરવાનગી કેવી રીતે આપી તે એક તપાસનો વિષય છે