પાકિસ્તાન સરહદને જોડતી કચ્છની જખૌ દરિયાઇ સીમામાંથી એક પાકિસ્તાની બોટમાંથી 180 કરોડનું પ્રતિબંધીત ડ્રગ્સ સાથે પાંચ પાકિસ્તાનીઓ ઝડપાતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે. ગુજરાત એટીએસ-ભારતીય કોસ્ટગાર્ડના સંયુકત ઓપરેશનમાં 180 કરોડના પ્રતિબંધીત ડ્રગ્સના જથ્થા સાથે પાંચ પાકિસ્તાની ડ્રગ માફીયાઓને ઝડપી લઇ તપાસનીશ એજન્સીઓએ ઉંડી પૂછપરછ હાથ ધરી છે. કચ્છના સંવેદનશીલ દરિયાઇ વિસ્તારમાં આ અગાઉ પણ 1000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. મધદરિયે ઝડપી લેવામાં ડ્રગ્ના જથ્થાને ડ્રગ માફીયાઓએ બોટમાંથી દરીયામાં ફેંકી દીધુ હતું. તેનું સર્ચ ઓપરેશન સહિતનાઓ સુધી ચાલ્યું હતું અને ધીમે-ધીમે કચ્છના દરીયાકાંઠેથી પલળી ગયેલ કરોડો રૂપિયાનું ડ્રગ તપાસનીશ એજન્સીઓના હાથમાં આવ્યું હતું. કચ્છના સંવેદનશીલ દરીયાઇ વિસ્તારમાં વારંવાર પ્રતિબંધીત ડ્રગ તેમજ બિનવારસી પાકિસ્તાની બોટો મળી આવી છે. આ અગાઉ પણ કોસ્ટગાર્ડના દિલધડક ઓપરેશનમાં 1000 કરોડનું ડ્રગ ઝડપાયું હતું. આ ડ્રગના જથ્થાની તપાસ હજુ પણ ચાલુ છે અને તપાસનો રેલો સંવેદનશીલ મનતા નલીયા-હાજીપીર સુધી પહોંચ્યો હતો. આ દરમ્યાન ગઇકાલે મધરાતે ગુજરાત એટીએસ તથા કોસ્ટગાર્ડને મળેલી ગુપ્ત બાતમીના આધારે હાથ ધરાયેલ ઓપરેશન-તપાસ દરમ્યાન એક પાકિસ્તાની બોટમાંથી 180 કરોડ પ્રતિબંધીત ડ્રગ્ઝનો જથ્થો અને પાંચ પાકિસ્તાની ડ્રગ માફીયાઓ ઝડપી લેવામાં સફળતા મળી છે. આ દરોડા-ગુપ્ત ઓપરેશનની વિગતો એવી છે કે કચ્છ પોલીસ, ગુજરાત અઝજ અને ભારતીય કોસ્ટગાર્ડે ગત મધરાત્રે ભારતીય જળસીમામાં એક વિશેષ ઓપરેશન હાથ ધરી ડ્રગ્સના જથ્થા સાથે બોટમાં સવાર 5 પાકિસ્તાની ઘુસણખોરોની ધરપકડ કરી છે. કચ્છની જળસીમામાંથી અગાઉ પણ અનેક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયેલો છે. કેટલાંક પાકિસ્તાનીઓ બોટમાં ડ્રગ્સ લઈને ભારતમાં ડિલિવરી કરવાની તાકમાં હોવાની બાતમી મળી હતી. પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપ, એટીએસના 3 ડીવાયએસપી અને કોસ્ટગાર્ડે ગત રાત્રે સમુદ્રમાં આ બોટને ઝડપી પાડવા ઓપરેશન હાથ ધર્યું હતું. જિલ્લા પોલીસ વડા સૌરભ તોલંબિયાએ જણાવ્યું કે, આજે સવારે મધદરીયેથી આ બોટને ઝડપી પાડવામાં સફળતા મળી છે. બોટમાંથી પોલીસે ડ્રગ્સના 35 પેકેટ કબ્જે કર્યાં છે. આ ડ્રગ્સ કયા પ્રકારનું છે તે જાણવા નિષ્ણાતોની મદદ લેવાઈ રહી છે. તોલંબિયાના જણાવ્યા મુજબ ઝડપાયેલા ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટના રેટ મુજબ કરોડો રૂપિયામાં પહોંચે તેવો અંદાજ છે. પાકિસ્તાનીઓ ડ્રગ્સના પેકેટ દરીયામાં ફેંકી ના દે કે બોટને સળગાવી પોતે પણ સમુદ્રમાં કૂદી ના પડે તેનો ખાસ ખ્યાલ રાખી પોલીસે ભારે ગુપ્તતા સાથે આ ઓપરેશન હાથ ધર્યું હતું. જે સફળ રહ્યું છે.હાલ પોલીસ ટીમ દરીયામાં છે. વધુ વિગતોની રાહ જોવાય છે. ઝડપાયેલાં પાકિસ્તાનીઓની પૂછપરછમાં મોટા ઘટસ્ફોટ થવાનો અંદાજ છે.