ડ્રેગન ફ્રૂટનું આ વર્ષે પણ ઉત્તમ ઉત્પાદન થયું છે. બાગાયત વિભાગ દ્વારા વર્ષ ૧૭-૧૮થી જિલ્લાનાં ખેડુતોને ડ્રેગન ફ્રુટની તાલીમ આપી ખેતી માટે પ્રોત્સાહિત કરાયા હતા. જો કે ૮ વર્ષથી શરૂ થયેલ ડ્રેગન ફ્રુટનું ઉત્પાદન હાલ ૨.૫૦ લાખ કિ.ગ્રા.એ પહોંચ્યું છે.
ગુજરાતના ખેડૂતો પરંપરાગત પાક છોડીને હવે નવાં પાકોનું વાવેતર કરી રહ્યા છે. જેમાં ડ્રેગન ફ્રૂટ, જેને કમલમ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક વિદેશી ફળ છે જે હવે ભારતમાં પણ લોકપ્રિય થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં ઘણા ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી કરી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે
3 વીઘામાં વાવેતર કર્યું છે અને 100-200 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી વેચાણ કરે છે. એક વીઘામાંથી બે લાખ રૂપિયા સુધીનું ઉત્પાદન થાય છે. એક વીઘામાંથી અંદાજે 1,50,000 રૂપિયાથી 2,00,000 રૂપિયા સુધીનું ઉત્પાદન મળી રહે છે