પાટનગર પોલીસ છાવણીમાં ફેરવાયું, હજારોની સંખ્યામાં આદીવાસી ઉમટ્યા, કોંગ્રેસી નેતાઓની ધરપકડ
, શુક્રવાર, 25 માર્ચ 2022 (18:26 IST)
આજે ગાંધીનગરમાં આદિવાસી સમાજની સભા-રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતનું આખુય પાટનગર પોલીસ છાવણીમાં તબદીલ થઇ ગયું હતું. જેમાં કેન્દ્ર સરકાર ધ્વારા જાહેર કરવામાં આવેલ તાપી પાર રિવર લીંકીંગ પ્રોજેક્ટના વિરોધમાં સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ ધ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સભા પૂરી થયાં બાદ રેલી તરીકે કુચ કરી રહેલા નેતાઓની પોલીસે ધરપકડ કરી હતી. કોંગ્રેસની આગેવાનીમાં આદિવાસીઓના વિરોધ પ્રદર્શન સમયે ઘર્ષણ થયું હતું.
આજએ સમગ્ર ગુજરાત સહિત મુખ્યત્વે દક્ષિણ ગુજરાતમાંથી આદિવાસી સમુદાયના હજારો લોકો ગાંધીનગર આવી પહોંચ્યા હતા અને સભામાં હાજરી આપી હતી. તેમણે કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, છોટુ વસાવા, વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સહિતના આગેવાનો આ વિરોધમાં જોડાયા હતા અને જમીન જળ અને જંગલની લડાઈને 2022 ચુંટણીમાં ભાજપને જવાબ આપવાની વાત કરી હતી.
સભા બાદ મંચથી મુખ્ય સડક પર ઘ 3 તરફ આગળ વધી રહેલ પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અને રાજસ્થાન સરકારના આરોગ્ય મંત્રી રઘુ શર્માની પોલીસ અટકાયત કરી હતી. આ સાથે કોંગ્રેસના ધારાસભ્યો, નેતા હાર્દિક પટેલ, જગદીશ ઠાકોર, અમિત ચાવડા, મહિલા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા મહિલા આગેવાનો અને કાર્યકર્તાઑની અટકાયત કરીને પોલીસ તેમણે મુખ્ય પોલીસ મથક સહિત અન્ય પોલીસ કચેરીઓએ લઈ ગઈ હતી.
ગાંધીનગર આખુ આજે પોલીસ છાવણીમાં ફેરવાયુ છે. એક તરફ પાર-તાપી લિંક યોજના અંગે આદિવાસીઓનો વિરોધ મુદ્દે મોટી સંખ્યામાં પ્રદર્શનકર્તાઓ ગાંધીનગર પહોંચ્યા છે. તો કોંગ્રેસની આગેવાનીમાં આદિવાસીઓના વિરોધ પ્રદર્શન સમયે ઘર્ષણ થયું છે. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના ભાષણ બાદ વિધાનસભા કૂચ કરવા જતાં પોલીસે કોંગ્રેસના ધારાસભ્યો સહિત આદિવાસી નેતાઓની અટકાયત કરતા ઘર્ષણ થયું હતું.
દક્ષિણ ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો આદિવાસીઓ દ્વારા વિરોધ કરાયો છે. આજે અંદાજીત 50થી વધુ બસો અને વાહનોના માધ્યમથી હજારો આદીવાસીઆદિવાસીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ પહોંચ્યા હતા. જેમાં 14 જિલ્લાના સંગઠનોના આગેવાનો હાજર હતા. જેનાં પગલે ગાંધીનગર પોલીસનો કાફલો ઠેર ઠેર ગોઠવી દઈ ચુસ્ત પહેરો કરી દેવામાં આવ્યો હતો.
આગળનો લેખ