Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

લગ્નના 2 દિવસ પહેલા યુવતીની રિક્ષામાં ડિલિવરી

the couple abandoned the baby in a nearby garbage dump
, શુક્રવાર, 20 જાન્યુઆરી 2023 (08:25 IST)
રાજ્યમાં બાળકને ત્યજી દેવાના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આજે સવારે ત્યજી દેવાયેલું બાળક મળી આવ્યું હતું. આ બાળકને પોલીસની શી ટીમે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યું હતું. પોલીસની તપાસમાં એવું સામે આવ્યું હતું કે, આ બાળકને ત્યજનાર યુવક અને યુવતી મચ્છીપીઠના રહેવાસી છે અને તેમના બે દિવસ બાદ લગ્ન થવાના છે.

વડોદરાના કારેલીબાગ ખાસવાડી સ્મશાન પાસે કચરામાં ત્યજી દેવાયેલું નવજાત બાળક આજે સવારે મળી આવ્યું હતું. કારેલીબાગ પોલીસની શી ટીમે કબજો લઈને નવજાત બાળકને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યું હતું. દરમિયાન પોલીસ તપાસમાં આ બાળકને ત્યજી દેનાર યુગલ મચ્છીપીઠનું રહેવાસી છે અને તેમના બે દિવસ બાદ લગ્ન થવાના છે. સવારે યુવતીને પેટમાં દુઃખાવો થતાં તેનો મંગેતર ઓટો રિક્ષામાં હોસ્પિટલમાં લઇ જઈ રહ્યો હતો. પરંતુ, યુવતીને હોસ્પિટલમાં પહોંચાડે તે પહેલાં તેને ખાસવાડી સ્મશાન રોડ પર રિક્ષામાં જ પ્રસૂતિ થઇ ગઇ હતી. બાળકનો જન્મ થતાં ગભરાઈ ગયેલા યુગલે બાળકને નજીકમાં કચરામાં ત્યજી દીધું હતું અને યુવાન મંગેતરને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી હતી.કારેલીબાગ પોલીસ સ્ટેશનની શી ટીમને પોલીસ કંટ્રોલ તરફથી વર્ધી મળી હતી કે, કારેલીબાગ વિસ્તારમાં આવેલા ખાસવાડી સ્મશાન પાસે કચરામાં એક નવજાત બાળક છે. જેથી શી ટીમના ઇન્ચાર્જ એ.એસ.આઇ. રેખાબહેન કહાર તેમજ કારેલીબાગ પોલીસ મથકના પી.એસ.આઇ. એસ.ડી. ચૌધરી સ્ટાફ સાથે સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને કચરામાં પડેલા નવજાત બાળકનો કબજો મેળવ્યો હતો. ત્યાર બાદ 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલના બાળ રોગ વિભાગમાં પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ હોસ્પિટલના તબીબોના માર્ગદર્શન હેઠળ સયાજી હોસ્પિટલ સ્થિત રૂકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહમાં સુપરત કર્યું હતું.ગાત્રો થીજાવી રહેલી ઠંડીમાં કારેલીબાગ ખાસવાડી સ્મશાન પાસેના કચરામાં નવજાત બાળક હોવાની જાણ આસપાસમાં પ્રસરી જતા કૂતુહલવશ લોકોના ટોળાં એકઠાં થઇ ગયા હતા. દરમિયાન ટોળે વળેલા લોકો પૈકી કોઇએ પોલીસ કંટ્રોલને નવજાત બાળક અંગેની જાણ કરી હતી. પોલીસ કંટ્રોલને જાણ થતાં તુરંત જ સબંધિત કારેલીબાગ પોલીસને જાણ કરી હતી. કારેલીબાગ પોલીસની શી ટીમનો સ્ટાફ તુરંત જ સ્થળ પર આવી પહોંચ્યો હતો અને બાળકનો કબજો લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન નવજાત બાળકને ત્યજી દેનાર માતા-પિતાની કારેલીબાગ પોલીસ મથકના પી.આઇ. ચેતન જાદવના માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને આ બાળક ત્યજી દેનારના જનેતા મચ્છીપીઠના રહેવાસી ઇમરાન (નામ બદલ્યું છે) અને મુસ્કાન (નામ બદલ્યું છે) હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની કાર્યવાહી બાદ બાળકને ત્યજી દેનાર ઇમરાન તેમજ તેના પરિવારજનો અને મુસ્કાનના પરિવારજનો પોલીસ સમક્ષ હાજર થઇ ગયા હતા. બાળક પોતાના પરિવારનું હોવાની કબૂલાત કરી હતી.બાળક ત્યજી દેવા અંગે પી.આઇ. ચેતન જાદવ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. પી.આઇ. ચેતન જાદવે વિગતો આપતા જણાવ્યું હતું કે, મચ્છીપીઠના રહેવાસી ઇમરાન અને મુસ્કાન એક જ બિલ્ડિંગમાં પ્રથમ અને ગ્રાઉન્ડ ફ્લોરના મકાનમાં રહે છે. ઇમરાન અને મુસ્કાનની ત્રણ વર્ષ પહેલાં સગાઇ થઇ હતી. અને બે દિવસ બાદ તેઓના લગ્ન થવાના છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અનંત અને રાધિકાએ પરંપરાગત વિધિઓ સાથે કરી સગાઈ, એકબીજાને પહેરાવી અંગૂઠી