આવતીકાલે અમદાવાદ શહેર અને ગ્રામ્યની તમામ સ્કૂલો બંધ, કર્મચારીઓ અને શિક્ષકોને સ્કૂલમાં હાજર રહેવું પડશે
અમદાવાદઃ ગુજરાતમાં જખૌના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડુ ટકરાયુ છે. વાવાઝોડાની અસર આગામી પાંચ કલાક સુધી જોવા મળશે. ત્યારે આવતીકાલે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને રાજ્યના 11 જિલ્લાઓ સહિત અમદાવાદ શહેર અને જિલ્લાની સ્કૂલોમાં આવતીકાલે શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાવાઝોડાની આગાહીને લઈને ભારે વરસાદ અને પવનને લઈને નિર્ણય લેવાયો છે. વાવાઝોડાની શક્યતાઓ વચ્ચે શિક્ષણ અધિકારીએ આ નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓની સાવચેતી અને સલામતીના ભાગરૂપે શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે.
વિદ્યાર્થીઓની સલામતિના ભાગરૂપે નિર્ણય લેવાયો
વાવાઝોડાની અસરને કારણે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઇ છે. જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ શૈક્ષણિક કાર્ય આવતીકાલે બંધ રહેશે. કચ્છમાં ત્રણ દિવસ, મોરબી જિલ્લામાં 2 દિવસ, રાજકોટમાં બે દિવસ, જામનગરમાં એક દિવસ, બનાસકાંઠામાં બે દિવસ, પાટણમાં બે દિવસ અને ગીરસોમનાથ જિલ્લામાં બે દિવસ સ્કૂલો બંધ રહેશે. તેમજ આવતીકાલે બોટાદ, નવસારી, ખેડા અને આણંદની તમામ સ્કૂલો બંધ રહેશે. સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માટે રજા રાખવામાં આવી છે પણ શિક્ષકો અને અન્ય સ્ટાફે હાજર રહેવા સૂચના અપાઈ છે.
આવતીકાલે અમદાવાદ શહેર અને ગ્રામ્યની તમામ સ્કૂલો બંધ, કર્મચારીઓ અને શિક્ષકોને સ્કૂલમાં હાજર રહેવું પડશે