Crime Branch arrests Prakash Jain
પ્રાણીઓના અમૂલ્ય અંગોની હેરાફેરીની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. હાથીદાંત અને વાઘના નખ અને ચામડુ જેવા અંગો માર્કેટમાં મોંઘા ભાવે વેચાતા હોવાથી પ્રાણીઓની હત્યાઓ પણ થતી હોવાની બાબતો સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા પ્રાણીઓના અંગોની તસ્કરી કરીને વેચાણ કરતાં શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે અને તેને તામિલનાડુ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને સોંપવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે તામિલનાડુના તિરૂચિરાપલ્લી રેન્જ ત્રિચિમાં અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં રહેતા પ્રકાશ ચુનિલાલ કાકલિયા સામે પ્રાણીઓના અંગોની તસ્કરી કરવાનો ગુનો દાખલ થયો હતો. જેની તપાસ ક્રાઈમ બ્રાંચના હાથમાં આવતાં જ ક્રાઈમ બ્રાંચે આ શખ્સને શહેરના બોડકદેવ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો અને તામિલનાડુના ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને સોંપ્યો હતો. આરોપી પર વાઘનુ ચામડુ, હાથીદાંત,હરણના શિંગડા અને શિયાળની પુંછડીની તસ્કરી કરવાનો આરોપ છે. આરોપીની પુછપરછમાં ક્રાઈમ બ્રાંચને જાણવા મળ્યું હતું કે, પ્રકાશ 1992થી 2006 સુધી તામિલનાડુમાં સેલમ વિસ્તારમાં રહેતો હતો. તે ચંદનચોર વિરપ્પનના ગામ કોલતુર ખાતે અવરજવર કરતો હતો. તે વિરપ્પનની પત્નીના નામથી પણ વાકેફ હતો. તે વિરપ્પનની ગેંગ પાસેથી વધારે માત્રમાં હાથીદાંત જોઈતા હોય તો મંગાવી આપશે તેવું જણાવતો હતો. જેથી તામિલનાડુની પોલીસ અને ફોરેસ્ટ વિભાગમાં સંપર્ક કરતાં આરોપી સામે પ્રાણીઓના અંગોની તસ્કરીનો ગુનો દાખલ થયેલો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપી પ્રકાશને તામિલ નાડુના ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને સોંપ્યો હતો