ગુજરાતમાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનો પરિવાર રાજકારણમાં પણ સક્રિય છે. રવીન્દ્ર જાડેજા પોતે તો રાજકારણથી દૂર રહે છે પરંતુ તેમના પરિવારમાં ભાજપ અને કોંગ્રેસ બંનેનાં નેતાઓ છે. રવીન્દ્ર જાડેજાનાં પત્ની ભાજપ મહિલા મોરચાનાં સદસ્ય છે જ્યારે તેમના બહેન કોંગ્રેસ મહિલા મોરચાનાં પ્રમુખ છે. રાજકારણ એક એવું ક્ષેત્ર છે કે જ્યાં કોઈનાય સંબંધો જળવાતા નથી, અને તેમાય બે વિરોધી પાર્ટીઓના ઉમેદવાર એક જ ઘરમાં હોય તો શુ થાય એ સમજી શકાય છે. એવામાં રાજકારણમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની લડાઈ હવે રાજકોટમાં રવીન્દ્ર જાડેજાનાં ઘર સુધી આવી હોય તેવું દેખાઈ રહ્યું છે
હવે રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા પર પર તેમના બહેન નયનાબાએ જાહેરમાં ગંભીર આક્ષેપ કર્યા છે જેના કારણે મોટો વિવાદ છેડાઈ ગયો છે. નયનાબાએ રિવાબા જાડેજાના કાર્યક્રમ પર આક્ષેપ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે રિવાબાએ મેડિકલ કેમ્પના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તો આ મામલે મેડિકલ કેમ્પમાં ભીડ એકત્ર કરવા પર તેમણે આક્ષેપ કર્યા હતા. આક્ષેપોમાં તેમણે કહ્યું હતું કે ભાજપના નેતાઓ ભીડ એકત્ર કરી કોરોનાને આમંત્રણ આપે છે. ભાજપવાળા ગામડે-ગામડે જઈને લોકોને ભેગા કરે છે
અગાઉ રિવાબાએ લોકો કોરોના મામલે બેદરકાર થઈ રહ્યા હોવાની વાત કહી હતી અને લોકોને જાહેર કાર્યક્રમોમાં એકઠા ન થવાની અપીલ પણ રિવાબાએ કરી હતી હવે આ જ મુદ્દે રાજકીય વર્ચસ્વ માટે જાડેજા પરિવારના નણંદ-ભાભી આમને સામને આવી ગયા હતા.