Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Covid-19 Transmission: સ્ટડીમાં દાવો - આંસુથી પણ ફેલાય શકે છે કોરોના વાયરસ, નેત્ર રોગ વિશેષજ્ઞોને વધુ સાવધ રહેવાની સલાહ

Corona by Tears
નવી દિલ્હી. , મંગળવાર, 3 ઑગસ્ટ 2021 (13:50 IST)
કોરોના સંક્રમિત વ્યક્તિના આંસુઓથી પણ સંક્રમણ ફેલાવવાનો ખતરો છે. અમૃતસરના રાજકીય મેડિકલ કૉલેજના એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે  'ocular manifestations'  ની સાથે અને તેના વગર રોગીઓના આંસૂ કોવિડ-19 ઈફેક્શનનુ એક સંભવિત સ્ત્રોત બની શકે છે. જો કે હજુપણ કોરોના ફેલવાનુ મુખ્ય કારણ શ્વાસ લેતી વખતે આવનારા નાના-નાના ડ્રોપ્લેટ્સ જ છે. 
 
અભ્યાસકર્તાઓનુ કહેવુ છે કે બીજા માઘ્યમો પણ તેના ફેલવાના ખતરાને નજરઅંદાજ નથી કરી શકતા. અભ્યાસ મુજબ સકારાત્મક રોગીઓના આંસુઓમાં કોવિડ-19ની ઉપસ્થિતિનુ મૂલ્યાંકન અને તુલના કરવામાં આવી છે. ocular manifestation નો મતલબ છે શરીરમાં થનારા કોઈ રોગને કારને આંખ પર પડનારી બીમારીની અસર. 
 
રાજકીય મેડિકલ કોલેજે કુલ 120 કોરોના દરદીઓ પર કર્યો અભ્યાસ, તેમાથી 60ને ocular manifestation હતુ અને 60ને નહોતુ. 41 દર્દીઓને  conjunctival hyperemia, 38 ને follicular reaction, 35 ને chemosis, 20 ને mucoid discharge અને 11 ને itching ની પરેશાની હતી. લગભગ 37% અભ્યાસ કરનારાઓમાં ocular manifestation ની સાથે હળવો કોવિદ-19 સંક્રમણ્ણ હતુ, જ્યારે કે લગભગ 63% ને ગંભીર સંક્રમણ હતુ.  બીજા સમૂહમાં લગભગ 52% રોગીઓને સાધારણ બીમારી હતી અને 48% થી  વધુને ગંભીર બીમારી હતી. 
 
આ અભ્યાસ માટે દર્દીના આરટીપીસીઆર રિપોર્ટ આવવાના 48 કલાકની અંદર આંસુના નમૂના લેવામાં આવ્યા હતા. RTPCR ટેસ્ટ કોરોના માટે શ્રેષ્ઠ ટેસ્ટ માનવામાં આવે છે.  કુલ મળીને 120 માંથી 21 દર્દીઓના આંસુ આરટીપીસીઆરમાં કોરોના પોઝિટિવ હતા. આમાંથી, 11 દર્દીઓને ocular manifestations હતી જ્યારે 10 ને આવી કોઈ સમસ્યા નહોતી.
 
ડો.પ્રેમપાલ કૌર, ડો.ગૌરાંગ સેહગલ, ડો..શૈલપ્રીત, કે.ડી. સિંહ અને ભાવકરણ સિંહે કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આંસુ દેખરેખ કરનારા મેડિકલ સ્ટાફ માટે સંક્રમણનુ સ્ત્રોત બની શકે છે. રિસર્ચના પરિણામો પછી આવી ફરજ બજાવતા લોકોને વધુ સાવચેત રહેવાનું કહેવામાં આવ્યું. આમાં પણ, નેત્ર રોગ વિશેષજ્ઞો માટે વધુ સાવધાનીની સલાહ આપવામાં આવી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દહેજ જીઆઈડીસીમાં SRF કંપનીમાં બ્લાસ્ટ, એકનુ મોત, 2 ગંભીર