કોરોના વાયરસના કહેરથી ભારતની હાલત ખરાબ થઈ ગઈ છે. કોરોનાનો કહેર નવા સંક્રમિતો અને મોતોનો રોજ નવો રેકોર્ડ બનાવી રહ્યુ છે. દેશમાં સતત ત્રીજા દિવસે ત્રણ લાખથી વધુ અને અત્યાર સુધીના સૌથી વધુ નવા કોરોના સંક્રમિત મળ્યા. વર્લ્ડોમીટર મુજબ શુક્રવારે રાત્રે 12 વાગ્યા સુધી 24 કલાકમાં ભારતમાં 345,147 નવા કોરોના સંક્રમિત મળ્યા. બીજી બાજુ આ દરમિયાન રેકોર્ડ 2621 કોરોના દર્દીઓના મોત થયા. સતત આઠ દિવસથી રોજ થનારા કોરોના દર્દીઓના મોતની સંખ્યા રેકોર્ડ તોડી રહી છે.
દેશમાં મહામારીને કારણે મૃત્યુઆંકની કુલ સંખ્યા વધીને 1,89,549 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1,66,02,456 પર પહોંચી છે. દેશમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા 25,43,914 પર પહોંચી ગઈ છે. આ કુલ સંક્રમિત લોકોની સંખ્યાના 15.3 ટકા છે. આ પહેલા ગુરુવાર રાત સુધી કોરોના વાયરસના 32.32૨ લાખ નવા કેસ મળ્યા હતા અને આ દરમિયાન લગભગ 2250ના મોત થયા હતા. આ રીતે ભારતે દુનિયાભરમા& કોરોના મામલાનો રેકોર્ડ તોડ્યો છે. અમેરિકા પણ હવે ડેલી કેસ મામલે ભારતથી પાછળ થઈ ગયુ છે જે દેશ માટે ચિંતાની વાત છે.
ઠીક થવાનો દર 83.5 ટકા થયો
કોરોના સંક્રમિત લોકોનો રિકવરી રેટ ઘટીને 83.5 ટકા થયો છે. આંકડા અનુસાર, આ રોગથી સાજા થયેલા લોકોની સંખ્યા 1,38,62,119 પર પહોંચી ગઈ છે. કોરોનાથી રાષ્ટ્રીય સ્તર પર મૃત્યુઆંક ઘટીને 1.1 ટકા થઈ ગયો છે.
આઠ રાજ્યોમાં 77 ટકા મોત
દેશમાં 24 કલાક દરમિયાન સૌથી વધુ 773 લોકોના મોત મહારાષ્ટ્રમાં થયા જ્યાર પછી દિલ્હીમાં 348, છત્તીસગઢમાં 219, યુપીમાં 196, ગુજરાતમાં 142,
કર્ણાટકમાં 190 લોકો, પંજાબમાં 75 અને મધ્યપ્રદેશમાં 74 લોકોનાં મોત થયાં છે. આ આઠ રાજ્યોમાં કુલ 2017ના મોત થયા જે કુલ 2620 મોતના 76.98 ટકા છે.
60 ટકાથી વધુ નવા સંક્રમિત ફક્ત સાત રાજ્યોમાં
મહારાષ્ટ્રમાં સૌથી વધુ 66,836 નવા સંક્રમિત મળ્યા. ત્યારબાદ ઉત્તરપ્રદેશમાં 28447, દિલ્હીમાં 24331, કર્ણાટકમં 26962, કેરલમાં 28447, રાજસ્થાનમાં
15398 અને છત્તીસગઢમાં 17397 નવા કોરોના દર્દી મળ્યા. આ સાત રાજ્યોના કુલ સંક્રમિતોમાં 60.24 ટકાનુ યોગદાન છે.