Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

કોરોનાગ્રસ્ત કોંગ્રેસના ધારાસભ્ય ડો.જોશીયારાને એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઇ લઈ જવાયા

કોરોનાગ્રસ્ત કોંગ્રેસના ધારાસભ્ય ડો.જોશીયારાને એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઇ લઈ જવાયા
, ગુરુવાર, 10 ફેબ્રુઆરી 2022 (15:03 IST)
એક મહિનાથી કોરોના સંક્રમિત પૂર્વ આરોગ્ય મંત્રી અને કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જોશીયારાને વધુ સારવાર અર્થે ચેન્નઈ લઈ જવામાં આવ્યા છે. તેઓ છેલ્લા 10 દિવસથી સિમ્સમાં વેન્ટીલેટર પર હતા. પરંતુ ફેફસાં કામ ન કરી શકતા તેમને એરએમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઈ ખસેડવામાં આવ્યા છે. જ્યાં એકમો ટેકનિક દ્વારા તેમની સારવાર કરવામાં આવશે.
ત્રીજી લહેરમાં મંત્રી જીતુ ચૌધરી, મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, મંત્રી રાઘવજી પટેલ, ધારાસભ્ય અક્ષય પટેલ, ધારાસભ્ય શૈલેશ મહેતા, ધારાસભ્ય અજમલજી ઠાકોર, ધારાસભ્ય પ્રતાપ દુધાત, સાંસદ પૂનમ માડમ સહિત અન્ય ધારાસભ્યો, નેતાઓ ઉપરાંત કાર્યકરો પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે.દિવંગત રાજ્યસભા MP અભય ભારદ્વાજને પણ ચેન્નઈ લઈ જવાયા હતા. આ પહેલા 2020માં વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજને તાત્કાલીક ચાટર્ડ પ્લેન દ્વારા ચેન્નઇ એમ.જી.હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં દેશના ટોચના ફેફસાંના સુપર સ્પેશિયાલિસ્ટ ડો.કે.આર. બાલક્રિષ્નન અને તેની ટીમે સારવાર કરી હતી. લાંબા સમય સુધી સારવાર ચાલ્યા બાદ અભય ભારદ્વાજનું અવસાન થઈ ગયું હતું.જ્યારથી કોરોના મહામારી આવી છે ત્યારથી દર્દીઓ માટે ECMO(એક્સ્ટ્રા કોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજન) ટેકનિકનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. ECMO એક લાઇફ સપોર્ટ સિસ્ટમ છે. જેમાં એક આર્ટિફિશિયલ હાર્ટ અને ફેફસાંની જોડી બહારથી કામ કરે છે. જ્યારે દર્દીના ફેફસાં અને હ્રદય કામ કરવાનું બંધ કરી દે ત્યારે આ સિસ્ટમ બહારથી કામ કરે છે. આ મશીન દ્વારા બ્લડમાંથી કાર્બન ડાઇક્સાઇડને હટાવીને બ્લડમાં શુદ્ધ ઓક્સિજન ભરે છે. ડૉ.અનિલ જોશીયારાની રાજકીય કારકિર્દીનો ઉદય 1995માં થયો હતો. તેઓ ભિલોડાથી ચૂંટાયા બાદ ગુજરાત સરકારમાં 1995 થી 1997 સુધી આરોગ્ય મંત્રી રહ્યા હતા. 1998ની વિધાનસભા ચૂંટણીમાં સ્વ.ઉપેન્દ્ર ત્રિવેદી સામે તેમનો પરાજય થયો અને 1998 થી 2002 સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો. ત્યારબાદ આવેલી 2002, 2007, 2012, 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસમાંથી સતત ચાર ટર્મથી વિજય મેળવી ભિલોડા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Atal Tunnel-અટલ ટનલનું નામ ગિનિસ બુકમાં, 10 હજાર ફીટથી વધારે ઉંચાઈ પર 9 કિમી લાંબી છે સુરંગ