દેશના જુદા જુદા રાજ્ય કોરોનાથી ગંભીર રીતે પ્રભાવિત થઈ રહ્યા છે. જાણવા મળ્યુ છે કે મહારાષ્ટ્રથી ગુજરાતના સૂરત પરત ફરેલી બસના 52 મુસાફરો કોરોના પોઝીટીવ નીકળ્યા છે. આંકડાનુ માનીએ તો સૂરતમાં છેલ્લા 24 કલાકમાં આવા 130 લોકો પોઝીટીવ જોવા મળ્યા છે જે મહારાષ્ટ્રથી પરત ફર્યા છે આ ખૂબ ચિંતાજનક છે. આવા લોકોના સંક્રમિત થવાની સંખ્યા સતત વધી રહી છે, જે મહારાષ્ટ્રથી પરત ફરી રહ્યા છે. હવે કેટલા લોકો તેમના સંપર્કમાં આવ્યા છે, તેમની શોધ કરવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રથી પરત ફરી રહેલી બસના મુસાફરોની સુરતના પલસાણા ચેકપોસ્ટ પર તપાસ કરવામાં આવી હતી. તેમાંથી 52 મુસાફરો પોઝીટીવ નોંધાયા છે. આ પછી વહીવટમાં હંગામો મચી ગયો હતો. વહીવટીતંત્રે બસ ચાલક વિરુદ્ધ કાર્યવાહી પણ કરી છે કારણ કે કોરોના માર્ગદર્શિકા હોવા છતાં બસ ક્ષમતા કરતાં વધારે મુસાફરો લઈને જઈ રહ્યો હતો. જો આ રીતે જ ચાલતુ રહ્યુ તો કોરોનાના કેસ કેવી રીતે ઓછા થઈ શકશે. ક્યા સુધી સરકારના ભરોસે છોડીને લોકો આમતેમ ફરતા રહેશે. લોકોએ પણ પોતાના હરવા ફરવા પર નિયંત્રણ રાખવુ પડશે. આ બીમારી એવી છે જેમા જ્યા સુધી લોકો સમજદાર થઈને પોતાના બહાર જવા પર નિયંત્રણ નહી રાખે ત્યા સુધી કોરોના કેસ ઘટી શકે નહી. નહી તો છેવટે સરકારને ન છૂટકે લોકડાઉન જેવો રસ્તો અપનાવવો પડશે.