Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

AMCએ જિમ બંધ કરાવતા સંચાલકોએ કોર્પોરેશન કચેરી ખાતે "અમારી ભૂલ કમળનું ફુલ"ના નારા લગાવી વિરોધ કર્યો

AMCએ જિમ બંધ કરાવતા સંચાલકોએ કોર્પોરેશન કચેરી ખાતે
, શનિવાર, 3 એપ્રિલ 2021 (13:50 IST)
અમદાવાદમાં શુક્રવારે જીમ સંચાલકોએ પોલીસ કમિશનરના જાહેરનામા અને કેન્દ્રની ગાઈડલાઈન મુજબ જિમ ખોલ્યાં હતાં. મ્યુનિસિપલ કમિશનરના 17 માર્ચના પરિપત્ર મુજબ જિમ, ગાર્ડન વગેરે આગામી નિર્ણય ન લેવાય ત્યાં સુધી બંધ જ રહેશે તેમ જણાવ્યું છે. જેથી આજે 50 જેટલા જિમ સંચાલકોએ દાણાપીઠ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે બેનરો સાથે વિરોધ કરી અને કોરોનાની ગાઈડલાઈન સાથે જિમ શરૂ કરવા રજુઆત કરી હતી. કોર્પોરેશન ઓફિસના પ્રાંગણમાં જિમ સંચાલકોએ "અમારી ભૂલ કમળનું ફુલ"ના નારા લગાવ્યા હતા. બેનરો પર અમે બેરોજગાર છીએ અને રોડ પર છીએ, અમે દારૂ કે ડ્રગ્સ નથી વેચતાં અમે સમાજમાં ઇમ્યુનીટી વધારીએ છીએ.. આવી રીતે તેઓએ બેનરો સાથે રજૂઆત કરી હતી. પોલીસ કમિશનરના જાહેરનામા અને મ્યુનિસિપલ કમિશનરના પરિપત્રને લઈ જિમ ખોલવા બાબતે શુક્રવારે અસમંજસ ઉભી થઇ હતી. છેવટે સાંજે મ્યુનિસિપલ કમિશનરના પરિપત્ર મુજબ જિમ બંધ જ રાખવાનો આદેશ માન્ય રહેશે જ જિમ ખુલશે તો તેમની સામે એપેડેમીક એકટ અને જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવામાં આવશે. તેમ જણાવ્યું હતું. જિમ સંચાલકોએ જણાવ્યું હતું કે પોલીસ કમિશનરનું જાહેરનામું અને સેન્ટ્રલની ગાઈડલાઈન મુજબ SOP પાલન સાથે જિમ ખુલ્યા છે. રાજયમાં ચૂંટણી અને અન્ય જગ્યાઓ જેવી કે રેસ્ટોરન્ટ વગેરેમાં લોકો ગાઈડલાઈનના પાલન સાથે જતાં હોય તો જિમ પણ SOP સાથે ચાલુ કરી શકાય જેથી જિમ શરૂ થયા છે. મુકેશકુમારના પરિપત્ર મુજબ જિમ બંધ રાખવાના જ અપાયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોના: દેશમાં 4.5.. ટકા લોકો ફરીથી ચેપગ્રસ્ત છે, વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે - રસી લેવાનો અર્થ સલામતી નથી