અમદાવાદ શહેરમાં જુલાઈ મહિનાથી કેસની સંખ્યા પણ 150થી 200ની આસપાસ સામે આવે છે. ત્યારે અન્ય શહેરોમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ત્યાના લોકો અમદાવાદ તરફ દોડી રહ્યા છે. જેથી શહેરની પરિસ્થિતી ફરી બગડે નહીં તે માટે તંત્રેએ હવે અમદાવાદમાં પ્રવેશતા તમામ રસ્તાઓ પર આરોગ્ય ટીમ ઉભી રાખશે. તેમજ અન્ય જિલ્લાઓમાંથી આવતા વાહનનોની ચેકિંગ તેમજ સ્ક્રિનિંગ પણ કરવામાં આવશે. ગુજરાતમાં કોરોનાની શરૂઆતથી જ રાજ્યના હબ ગણાતા અમદાવાદમાં સૌથી વધુ સંકટ છવાયું હતું. માર્ચથી લઈને જૂન મહિના સુધી અમદાવાદમાં કેસની સંખ્યા એક દિવસમાં 500ને પાર પહોંચી હતી. જેને જોતા અન્ય જિલ્લાના લોકોમાં અમદાવાદ પ્રત્યે ખોફનો માહોલ સર્જાયો હતો. લોકોએ અમદાવાદમાં અવર-જવર પણ બંધ કરી દીધી હતી. ભલે પછી એ વેપાર-ધંધા માટે જ કેમ ના હોય. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદની સ્થિતિમાં ખૂબ જ સુધારો જોવા મળ્યો છે. તો બીજીતરફ હાલમાં સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ત્યાના લોકો અમદાવાદ તરફ દોડી રહ્યા છે. ત્યારે એએમસીએ હવે અન્ય જિલ્લામાંથી આવતા લોકો માટે કેટલાક કડક પગલા ભર્યા છે. શહેરમાં પ્રવેશતા તમામ વાહનોનું ખાસ ચેકિંગ તેમજ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. અને જે પણ વ્યક્તિમાં કોરોનાના લક્ષણો જણાશે તેને પ્રવેશ આપવામાં આવશે નહીં.