Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

કોરોના વેક્સીનની વર્ષો સુધી રહેશે અસર, બુસ્ટર ડોઝથી વધારી શકશો એંટીબોડી

કોરોના વેક્સીનની વર્ષો સુધી રહેશે અસર, બુસ્ટર ડોઝથી વધારી શકશો એંટીબોડી
, સોમવાર, 24 મે 2021 (09:25 IST)
કોરોનાની બીજી લહેર અને રસીકરણ વચ્ચે હવે વિશ્વમાં એ ચર્ચા ચાલી છે કે આ રસીની અસર ક્યા સુધી ટકી રહેશે.  ક્યાં સુધી ચાલશે તે અંગે ચર્ચા ચાલી રહી છે. તેના આકારણીમાં વૈજ્ઞાનિકો રોકાયેલા છે દાવાઓ કે કોરોનાના ગંભીર ચેપને રસીકરણ પછીના વર્ષોથી ટાળી શકાય છે, પરંતુ ચેપને રોકવા માટે એક વર્ષ
પછીથી બૂસ્ટર ડોઝની જરૂર પડી શકે છે. 
 
નેચરમાં પ્રકાશિત એક અહેવાલમાં જણાવાયું છે કે વૈજ્ઞાનિકોનું જૂથ સાત કોરોના રસીના ક્લિનિકલ ટ્રાયલના ડેટાનો અભ્યાસ કરી રહ્યું છે. જેનો હેતુ રસીથી ઉદ્ભવતા રોગપ્રતિકારક શક્તિના લાંબા સમયના પ્રભાવોનો અભ્યાસ કરવાનો છે. 
 
શોધમાં તારવેલા નિષ્કર્ષ 
 
1- રસીકરણના એક વર્ષ પછી ન્યૂટ્રીલાઈઝિંગ એન્ટિબોડીઝ ઘટવા માંડશે, જેને માટે ફરીથી  બૂસ્ટર ડોઝ લેવો જરૂરી રહેશે જેથી તેને વધારી શકાય અને સંક્રમણથી બચાવ થશે. 
 
2- બૂસ્ટર ડોઝ વગર પણ રસીકરણ ઘણા વર્ષો સુધી કોરોનાના ગંભીર સંક્રમણને અટકાવશે. એટલે કે જે લોકોને એકવાર રસી લીધી છે તે લોકોને આનુ સંક્રમણ થાય તો પણ તે સામાન્ય રહેશે. 
 
3- જો ટીકા પછી કોઈ વ્યક્તિમાં ન્યૂટ્રીલાઈઝિંગ એંટીબોડી ઓછી પણ જોવા મળે છે તો પણ તે કોરોના સંક્રમણને રોકવામાં સફળ થાય છે. 
 
4. જો કોઈ રસીનો પ્રભાવ 50 ટકા છે તઓ તેને પણ લગાવનારામાં કોરોના સંક્રમણથી ઠીક થયેલ વ્યક્તિની તુલનામાં 80 ટકા ઓછી એંટીબોડી બને છે. છતા પણ આ ઘણી હદ સુધી બચાવ કરે છે. 
 
ફાઈઝર-મોર્ડનાના ટાકા બનાવે છે વધુ એંટીબોડી 
 
શોધના સહ લેખક અને  સિડની યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજિસ્ટ જેમ્સ ટ્રાઇકસે જણાવ્યું હતું કે ફાઇઝર, મોડર્નાની એમઆરએન રસી વધુ એન્ટિબોડીઝ પેદા કરે છે, જ્યારે કે  એસ્ટ્રાઝેનેકાની વેક્સીન ઓછી એંટીબોડી પેદા કરે છે. પરંતુ એક વર્ષ પછી બધામાં કમી આવશે અને ત્યાસુધી એક  વધારાનો બૂસ્ટર ડોઝ તેમને વધારી શકે છે. 
 
રણનીતિ બનાવવામાં અભ્યાસ મહત્વપૂર્ણ 
 
શોધનાં લેખક, ઇમ્પીરીઅલ કોલેજ લંડનના ઇમ્યુનોલોજિસ્ટ ડેનિયલ ઓલ્ટમેનએ જણાવ્યું હતું કે આ અભ્યાસ કોરોના વેક્સીનેશન અને શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતાને લઈને ભવિષ્યની રણનીતિ તૈયર કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. જેમ્સ ટ્રાઇકસ કહે છે કે શોધકર્તાઓ માટે ક્લિનિકલ ટ્રાયલના આંકડાને આધારે રસીની અસરનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ નથી. જો કે, આના પર વધુ ઊંડાણપૂર્વક આંકડા ભેગા કરવાની જરૂર છે.
 
કોઈપણ લક્ષણ વગર સંક્રમણથી બહાર આવેલા લોકોમાં ઓછી એંટીબોડી 
 
જાપાનની યોકોહામા સિટી યુનિવર્સિટીના અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે જે લોકોને કોરોનાની બીમારી થઈ હતી, તેમની અંદર એક વર્ષ પછી પણ પૂરતી એન્ટિબોડીઝ મળી આવી છે. પરંતુ જે લોકોને ચેપ લાગ્યો છે અને લક્ષણો દેખાતા નથી તેઓની અંદર ઓછી એંટીબોડીઝ જોવા મળી  તેથી હળવા અથવા લક્ષણો વગર રિકવરી મેળવ્યા પછી કોરોના સંક્રમિતોને રસી લેવાની ભલામણ કરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રસીકરણને લઇને મહત્વપૂર્ણ નિર્ણય, આજથી ગુજરાતના 1 લાખ લોકોને મળશે રસી