ત્રીજી લહેરના પડઘમ? , બાળકો પર ખતરો, એક જ સપ્તાહમાં શાળાનાં 300થી વધુ બાળકો પોઝિટિવ
નિષ્ણાંતોએ કોરોનાની ત્રીજી લહેરમાં સૌથી વધારે બાળકો સંક્રમિત થશે એવું જણાવ્યું છે. ત્યારે હવે દેશમાં કોરોનાની ત્રીજી લહેરએ દસ્તક દઇ દીધી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે બેંગલુરૂમાં અંદાજે 6 જ
દિવસની અંદર 300થી પણ વધારે બાળકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
કર્ણાટક સિવાય જો આપણે ઉત્તર ભારતની વાત કરીએ તો અહીં પણ શાળાઓ અને કોલેજો ખૂલ્યા બાદ કોરોનાના ફેલાતા કહેરની અસર દેખાઈ રહી છે. હિમાચલ પ્રદેશમાં લગભગ 62 વિદ્યાર્થી કોરોનાની ઝપેટમાં
આવી ગયા છે, પંજાબમાં પણ શાળાનાં 27 બાળકો કોરોના પોઝિટિવ આવ્યાં છે. હરિયાણાની શાળાઓમાં પણ કોરોનાના કેસ જોવા મળ્યા છે.
દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં ફરી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 41,576 નવા કેસ નોંધાયા છે. 39,125 દર્દી સાજા થયા અને 491 લોકોનાં મોત થયાં. એ પાંચ દિવસ પછી થયું જ્યારે 40
હજારથી વધુ નવા દર્દીઓની ઓળખ કરવામાં આવી હતી. અગાઉ 5 ઓગસ્ટે 45 હજાર કેસ સામે આવ્યા હતા. જ્યારે સાજા થનારા લોકોની સંખ્યા પણ 3 ઓગસ્ટ પછી સૌથી ઓછી હતી. એમાં 36,552 સંક્રમિત 3
ઓગસ્ટના રોજ સાજા થયા હતા.