Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યમાં કોરોનાની સ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ, નવા 5469 કેસ નોંધાયા, 54ના મોત

Webdunia
સોમવાર, 12 એપ્રિલ 2021 (09:17 IST)
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરએ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. દિવસે ને દિવસે નવા રેકોર્ડ સ્થાપિત થતા જાય છે. દરરોજ કોરોના સંક્રમિતોનો આંકડો નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં કોરોનાના કેસ 5,000 વધુ કેસ નોંધાતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે આજે કોરોનાએ નવો રેકોર્ડ સ્થાપિત કરતાં 5469 કેસ નોંધાયા છે. એક તરફ પુરજોશમાં સતત રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના બેકાબૂ બન્યો છે. 
 
 
રાજ્યમાં 5469 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 2976 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,15,127 દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 90.69 ટકાએ પહોંચ્યો હતો. 
 
અત્યાર સુધીમાં 80,55,986 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 10,67,733 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 91,23,719 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષનાં કુલ 1,78,151 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 34,452 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. 
 
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 27,568 એક્ટિવ દર્દી છે, જે પૈકી 203 લોકો વેન્ટિલેટર પર છે અને 23,365 લોકો સ્ટેબલ છે. 3,15,127 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 4800 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 54 લોકોનાં દુખદ નિધન થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન 19, સુરત કોર્પોરેશનમાં 16, વડોદરા કોર્પોરેશન 7, રાજકોટ કોર્પોરેશન 5, બનાસકાંઠા 2, સુરત 2, અમદાવાદ 1, ગાંધીનગર કોર્પોરેશન 1 અને જામનગરમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ પ્રકારે કુલ 54 લોકોનાં મોત નિપજ્યાં છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સ્પેનમાં આવેલા ભયાનક પૂર પછી રસ્તા પર ઉતર્યા લોકો

દિલ્હીમાં ‘અતિશય ખરાબ’ શ્રેણીમાં પહોંચ્યું પ્રદૂષણ, પાકિસ્તાનમાં પણ હવા ખરાબ

યુવકે પરિણીત યુવતીને હોટલમાં બોલાવી, કહ્યું- હું તારી સાથે છું..., પછી જે થયું તે માનવામાં નહીં આવે

હિજાબ પછી દાઢી પર હંગામો! કોલેજના નિયમોને લઈને કેમ થયો વિવાદ? મુખ્યમંત્રીએ દરમિયાનગીરી કરી

જો તમારા 2 થી વધુ બાળકો હોય તો તમને સરકારી નોકરી નહીં મળે? સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

આગળનો લેખ
Show comments