Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

કોરોના ગાઈડલાઈન - કોચીંગ ક્લાસીસ થશે ચાલુ, દુકાનો અને બગીચા રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે

નવરાત્રીમાં કરફ્યુમુક્તિ રાત્રે 12 વાગ્યા સુધી વઘારી

કોરોના ગાઈડલાઈન - કોચીંગ ક્લાસીસ  થશે ચાલુ, દુકાનો અને બગીચા રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે
, મંગળવાર, 5 ઑક્ટોબર 2021 (22:53 IST)
નવરાત્રિ દરમિયાન રાત્રિના ૧૨:૦૦ કલાક સુધી શેરી ગરબા તેમજ દુર્ગા પૂજા, શરદપૂર્ણિમા, દશેરાના તહેવારોની ઉજવણી કરી શકાશે
 
નોવેલ કોરોના વાયરસને ડબ્લુ.એચ.ઓ દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સબંધમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સુચાનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે. ત્યારે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પરિમલ્ભાઇ બી પંડ્યાએ મળેલ સત્તાની રૂએ નીચે મુજબના નિર્દેશોનું પાલન કરવા જણાવ્યું છે.
૧. તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોપ્લેકસ, માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલુન, બ્યુટી પાર્લર, રેસ્ટોરન્ટસ, અઠવાડીક ગુજરી, બજાર, હાટ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિઓ રાત્રિના ૧૦:૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે. 
રેસ્ટોરન્ટસની હોમ ડિલવરી રાત્રિના ૧૨:૦૦ કલાક સુધી થઈ શકશે. 
૨. જીમ ૭૫% ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી. ને આધિન ચાલુ રાખી શકશે. 
૩. જાહેર બાગ-બગીચાઓ રાત્રિના ૧૦:૦૦ કલાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી ને આધિન ખુલ્લા રાખી શકાશે. 
૪. લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૪૦૦ (ચારસો) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે (ડિજીટલ ગુજરાત પોર્ટલ) પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે. 
૫. અંતિમક્રિયા,દફનવિધી માટે મહત્તમ ૧૦૦ (એકસો) વ્યક્તિઓની મંજુરી રહેશે.
૬. તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી ને આધિન ખુલ્લામાં મહત્તમ ૪૦૦ વ્યક્તિઓ પરંતુ બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના ૫૦% (મહત્તમ ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં) વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે. 
૭. ધો.૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ સેન્ટરો/ટ્યુશન ક્લાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦% વિદ્યાર્થીઓ સાથે બેચવાઈઝ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી સાથે ચાલુ રાખી શકાશે. 
૮.  શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સૂચનાઓને આધિન ચાલુ રાખી શકાશે.
૯. શાળા, કોલેજો અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક/ભરતી અંગે પરીક્ષાઓ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી સાથે યોજી શકાશે. 
૧૦. વાંચનાલયો ૭૫% ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી ને આધિન ચાલુ રાખી શકાશે. 
૧૧. પબ્લિક તથા પ્રાઈવેટ બસ ટ્રાન્સપોર્ટની નોન. એ.સી. બસ સેવાઓ ૧૦૦% ક્ષમતા સાથે (સ્ટેન્ડીંગ નોટ અલાઉ) જયારે એ.સી. બસ સેવાઓ મહત્તમ ૭૫% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. બસ ટ્રાન્સ્પોર્ટ સેવાઓને રાત્રિ કર્ફ્યુમાંથી મુકિત આપવામાં આવે છે.
૧૨. પ્રેક્ષકોની ઉપસ્થિતી વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે. 
૧૩. સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ ૬૦% કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે. 
૧૪. વોટર પાર્ક તથા સ્વિમીંગ પુલ મહત્તમ ૭૫% કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે. 
૧૫. સ્પા સેન્ટરો બંધ રહેશે.
૧૬. ઉપરોકત તમામને જણાવેલ બાબતો સંદર્ભમાં તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજીયાત રહેશે. જે વ્યક્તિઓના આર.ટી.પી.સી.આર ટેસ્ટ પોઝીટીવ આવેલ હોય તેવા કિસ્સાઓમાં આર.ટી.પી.સી.આર ટેસ્ટ પોઝીટીવ આવ્યાના ૧૪ દિવસથી હોસ્પીટલની ડીસ્ચાર્જ સમરીની તારીખથી ૯૦ દિવસ પુર્ણ થયા બાદ તુરંત વેકસીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. 
૧૭. નવરાત્રિ દરમિયાન રાત્રિના ૧૨:૦૦ કલાક સુધી શેરી, સોસાયટી, ફ્લેટમાં ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં ગરબાનું આયોજન તેમજ દુર્ગા પૂજા, શરદપૂર્ણિમા, દશેરાના તહેવારની ઉજવણી કરી શકાશે. ગરબા/ઉજવણીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિઓએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધેલ હોવા જોઈએ
આવા આયોજનમાં લાઉડ સ્પીકર કે ધ્વનિ નિયંત્રણ અંગેના સુપ્રિમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે. પરંતુ પાર્ટી પ્લોટ, કલબ, ખુલ્લી જગ્યાએ કે અન્ય કોઈપણ જગ્યાએ કે જ્યાં કોમર્શિયલ રીતે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય તેવા સ્થળોએ નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે નહી. 
૧૮. અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતાં મુસાફરોને આર.ટી.પી.સી.આર ટેસ્ટ સંબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ લાગુ રહેશે. 
૧૯. તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.આ જાહેરનામુ અમદાવાદ શહેરના પોલીસ કમિશનરની હદ વિસ્તાર સિવાયનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમા સમાવિષ્ટ સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે.
         આ જાહેરનામું પ્રસિધ્ધ થયા તારીખથી ૧૦/૧૦/૨૦૨૧ ના સવારના ૦૬:૦૦ કલાક સુધી અમલમાં રહેશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટની અખબારી યાદીમાં જણાવાયું છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

RR vs MI, LIVE Score, IPL 2021: મુંબઈની તોફાની બોલિંગ સામે રાજસ્થાન ઘૂંટણિયે, 20 ઓવરમાં બનાવ્યા ફક્ત 90 રન