Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

વિજળીને લઇને મધ્ય પ્રદેશ અને ગુજરાત વચ્ચે ટકરાવ, MP એ માંગ્યા 904 કરોડ રૂપિયા

વિજળીને લઇને મધ્ય પ્રદેશ અને ગુજરાત વચ્ચે ટકરાવ, MP એ માંગ્યા 904 કરોડ રૂપિયા
, સોમવાર, 23 નવેમ્બર 2020 (12:44 IST)
મધ્ય પ્રદેશ અને ગુજરાત સરકાર વચ્ચે ટકરાવની સ્થિતિ છે. સરદાર સરોવર પ્રોજેક્ટ બંધની વિજળીને લઇને બંને વચ્ચે ટકરાવની સ્થિતિ પેદા થઇ ગઇ છે. એમપીનો દાવો છે કે સરદાર સરોવર બંધના કરાર અનુસાર વિજળી પેદા થઇ નથી. તેના લીધે એમપીને બીજા રાજ્યોમાંથી વિજળી ખરીદવી પડે છે. એવામાં ગુજરાત સરકાર તેના 904 કરોડ રૂપિયાનો ક્લેમ મધ્ય પ્રદેશ દ્વારા માંગવામાં આવ્યો છે, જેને ગુજરાત સરકારે નકારી કાઢ્યો છે. 
 
મધ્ય પ્રદેશ સરકારના ક્લેમને ગુજરાત સરકારે નકારી કાઢ્યો છે. ક્લેમને નકારી કાઢવા પાછળ ગુજરાત સરકારનો દાવો હતો કે એમપીના ઇંદીરા સાગર બંધમાં પાણી રોકવાના કારણે વિજળી પેદા થઇ નથી. આ તર્ક પર ગુજરાતે ઉલટાનો એમપી સરકાર પર જ ક્લેમ કરી દીધો છે. ત્યારબાદ વિવાદ અટકાવવાના બદલે અને વધતો જોવા મળી રહ્યો છે. 
 
ગુજરાત સરકારનો દાવો છે કે એમપી દ્વારા પાણી રોકવાના કારણે તેમને 10 મિલિયન યૂનિટનું નુકસાન થયું છે. તેના અવેજમાં ગુજરાત સરકારે 5 કરોડ રૂપિયાનો ક્લેમ માંગ્યો છે. ત્યારબાદ હવે સમગ્ર મામલો સરદાર સરોવર જળાશય નિયમન સમિત સુધી પહોંચ્યો છે. કેસમાં જલદી જ આગળની કાર્યવાહી કરવામાં આવી શકે છે. કેસમાં કહ્ર્ચા માટે જલદી જ બંને રાજ્યોના પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચા થઇ શકે છે. 
 
બંને રાજ્ય વચ્ચે ત્રણ વર્ષથી વિવાદ
 
2017-18: સરદાર સરોવર ડેમમાંથી 88 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન ઓછું કરાયું હોવાના એમપીના આ દાવાને ગુજરાત સરકારે ઘટાડીને 21 મિલિયન યુનિટ ગણાવ્યો. બાદમાં કહ્યું હતું કે, તેને તો 10 મિલિયન યુનિટનું નુકસાન થયું છે.
2018-19: ગુજરાતે વીજળી પેદા ન કરી અને પાણી ભરી રાખ્યું. જૂનમાં વીજળી પેદા કરવાની હતી. એમપીએ કહ્યું કે, તમે વીજ ઉત્પાદન કર્યું હોત તો 877 મિલિયન યુનિટ વીજળી મળી હોત.
2019-20: ત્યાર બાદ 877 મિલિયન યુનિટ વીજળી પેદા ન થઈ. એમપીએ કહ્યું કે, ગત વર્ષની જેમ ગુજરાતે પાણી અટકાવીને રાખ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહાત્મા ગાંધીના પૌત્ર કોરોનાવાયરસથી મૃત્યુ પામ્યા