Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

રોજકોટ બેઠકથી ચૂંટણી લડવા ધાનાણીને મનાવવા કોંગ્રેસનો કાફલો અમરેલીમાં,

Congress caravan in Amreli to convince Dhanani to contest from Rojkot seat
અમદાવાદ , મંગળવાર, 9 એપ્રિલ 2024 (13:27 IST)
Congress caravan in Amreli to convince Dhanani to contest from Rojkot seat

ગુજરાતમાં આ વખતે રાજકોટ બેઠક ખૂબ જ ચર્ચામાં છે. કારણ કે ભાજપે અહીં કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે અને રાજપૂત સમાજ પરની ટિપ્પણીને લઇને રૂપાલાનો વિરોધ થઇ રહ્યો છે. જ્યારે કોંગ્રેસે આ બેઠક પર હજી કોઇ ઉમેદવારની જાહેરાત નથી કરી. જોકે, કોંગ્રેસ અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીને ટિકિટ આપી શકે એવી ચર્ચાઓ થઇ રહી છે.

અગાઉ પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાની ના પાડી હતી. જેને લઇને આજે રાજકોટથી કોંગ્રેસના કાર્યકર્તાઓ પરેશ ધાનાણીને મનાવવા અમરેલી પહોંચ્યા હતા. જ્યાં પરેશ ધાનાણીએ પાર્ટી ટિકિટ આપે તો લડવાની તૈયારી બતાવી છે. રાજકોટ સીટ પરથી વિધાનસભામાં વિપક્ષના પૂર્વ નેતા એવા પરેશ ધાનાણીનું નામ ચાલી રહ્યું છે. જોકે, પરેશ ધાનાણીએ અગાઉ ચૂંટણી લડવાની ના પાડી હતી. જેને લઇને આજે રાજકોટ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો અમરેલી પહોંચ્યા હતા. જેમાં પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા પણ હાજર હતા.લલિત કગથરાએ જણાવ્યું હતું કે, અમે બધા કાર્યકર્તાઓ અમરેલી આવ્યા છીએ. અમે ધાનાણી ભાઇને કહીએ છીએ કે રૂપાલા ભાઇનું જે વાતાવરણ બન્યું છે. એટલે તમારે લડવાનું છે.

રાજકોટ બેઠક પર રૂપાલા ચૂંટણી લડે તો જ ધાનાણી ભાઇએ લડવાનું છે. સંજોગો વસાત રૂપાલાનું ચૂંટણી લડવાનું કેન્સલ થાય તો અમે પરેશને સામેથી કહી દઇએ કે પરેશભાઇ તમારે નથી લડવાનું અને પરેશભાઇએ પણ અમારી લાગણીનું માન રખ્યું છે. પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, મેં ક્યારેય પીઠ નથી દેખાડી, નેતૃત્વને જ્યારે જરૂર પડી ત્યારે પરેશ ધાનાણીએ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી છે. જો રૂપાલા સાહેબ સ્વેચ્છાએ બેસી જાય, સ્ત્રી હઠનું સન્માન કરે, દેશની દીકરીઓનું સન્માન કરે તો આ સમસ્યાનું સમાધાન થઇ જાય. જો જલ્દી આનું સમાધાન નહીં થાય તો તમે મુંઝાતા નહીં, આ કાર્યકર્તા છે, જે તમારી લાગણીને માન આપીને રાજકોટના રણમેદાનમાં સેનાપતિ બનીને લડશે. મારૂ નેતૃત્વ મને આદેશ આપે ત્યારે પરેશ ધાનાણી તૈયાર છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની અટકાયત