ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનીયર ક્લાર્ક (વહીવટ/ હિસાબ) સવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા યોજાનાર હતી જે અગમ્ય કારણોસર રદ કરવામાં આવી હતી. જેમાં ભરુચ જિલ્લાના કુલ-૩૬ પરીક્ષા કેંદ્રો ખાતે પરીક્ષા યોજાનાર હતી. જેમા કુલ ૧૧૪૦૦ ઉમેદવાર બેસનાર હતા.અગમ્ય કારણોસર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગરના સ્ટેટમેન્ટ તા.૨૯/૦૧/૨૦૨૩ થી આ સ્પર્ધાત્મક પરીક્ષા મંડળ દ્વારા “મોકૂફ” રાખવામાં આવેલ હતી.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની કચેરીના દ્વારા આ પરીક્ષાના પ્રશ્નપત્રો અને ઓ.એમ.આરના સીલબંધ બોક્સ જિલ્લા કક્ષાએ જ શ્રેડીંગ /નાશ કરવા જણાવેલ હતું. જે અનુસંધાને જિલ્લા પંચાયત, ભરુચ ખાતે જિલ્લા વિકાસ અધિકારી પી આર જોષી તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ વી ડાંગીની ઉપસ્થિતિમાં આ પરીક્ષાના પ્રશ્નપત્રો અને ઓ.એમ.આર. તથા અન્ય સાધનીક સામગ્રીનુ શ્રેડીંગની કાર્યવાહી શરુ કરવામાં આવેલ હતી. આ વેળાએ જિલ્લા પંચાયતની વહીવટી શાખાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.