Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

હવામાન વિભાગની આગાહી: ગુજરાતના માથે ઘાત બેઠી, એક તરફ કોરોના તો બીજી તરફ માવઠાની માર

હવામાન વિભાગની આગાહી: ગુજરાતના માથે ઘાત બેઠી, એક તરફ કોરોના તો બીજી તરફ માવઠાની માર
, શુક્રવાર, 24 ડિસેમ્બર 2021 (10:43 IST)
સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હાડ થીજવતી ઠંડીથી આંશિક રાહત મળશે. હવામાન વિભાગના અનુસાર 24 અને 26 ડિસેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધશે. પરંતુ હવે ગુજરાતુ વાતાવરણ બગડવાનુ છે. ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમા કડકડતી ઠંડી પછી હવે કમોસમી વરસાદી આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અનેક ભાગમાં માવઠુ થવાની શક્યતા છે.
 
સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જોકે, ત્રણ દિવસના કોલ્ડવેવ બાદ આજે ઠંડીમાં આંશિક રાહત જોવા મળી રહી છે. પરંતુ હવામાન વિભાગા એક્સપર્ટસ દ્વારા ગુજરાતના વાતાવરણમાં વિપરિત અસર જોવા મળવાની છે. ૨૪ ડિસેમ્બર થી ૨૬મી તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. સમગ્ર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આંશિક અસર જોવા મળશે તેવુ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું.
 
હવામાન વિભાગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ૨૨ ડિસેમ્બરથી ૩૦ ડિસેમ્બર સુધી દેશના અનેક ભાગોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે. જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી શકે છે.
 
ગુજરાતના અનેક ભાગોમા કમોસમી વરસાદ જોવા મળવાનો છે. અરબ મહાસાગરની ખાડીમાં હવાનુ હળવુ દબાણ ઉભુ થશે. જેની અસર ગુજરાતમાં જોવા મળશે. ગુજરાતના અનેક ભાગોમા વાદળછાયુ વાતાવરણ રહેશે. ખાસ કરીને પૂર્વ, ઉત્તર, મધ્ય, કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણના શહેરોમાં માવઠુ થવાની શક્યતા છે. તો ૨૩ ડિસેમ્બરે પણ માવઠુ થશે.
 
આ માવઠાને કારણે વાતાવરણમાં ઠંડીનુ પ્રમાણ વધશે. સાથે જ ગુજરાતના તાત માટે આ સૌથી ચિંતાજનક સમાચાર છે. માવઠાથી ખેતરોમાં ઉભા રવિ પાકને ભારે નુકસાની થઈ શકે છે. ખેડૂતોને ફરી નુકસાની સહન કરવાનો વારો આવી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડનગરની કિશોરીને પાલનપુરના એક સંતાનના પિતા સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર પ્રેમ થયો,ગર્ભ રહી જતાં તરછોડી