Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

1 મહિનામાં ગુજરાતમાં સીએનજીના ભાવમાં થયો 8.69 રૂપિયાનો વધારો, રિક્ષાચાલકોનો વિરોધ યથાવત

CNG price hiked by Rs 8.69 in Gujarat in 1 month
, સોમવાર, 8 નવેમ્બર 2021 (11:44 IST)
દેશભરમાં સતત પેટ્રોલ-ડીઝલના ભાવમાં આગ લાગી રહી છે. સતત ભાવમાં વધારો થઇ રહ્યો છે.ત્યારે સીએનજીના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં ફરી એકવાર સીએનજીના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. સાબરમતી ગેસે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો રૂ.5નો વધારો કર્યો છે તો અદાણી ગેસે પણ પ્રતિ કિલો રૂ.2નો વધારો કર્યો છે. જેના કારણે હવે રાજ્યમાં CNGનો પ્રતિ કિલો ભાવ 65 રૂપિયાને પાર કરી ગયો છે.
 
સાબરમતી ગેસ દ્વારા એકસાથે 5 રૂપિયાના વધારાને કારણે હવે તેના ગેસનો પ્રતિ કિલોનો ભાવ વધીને 65.74 રૂપિયા થઈ ગયો છે. 2 રૂપિયાના વધારા સાથે અદાણી CNGની કિંમત પણ 64.99 રૂપિયા પર પહોંચી ગઈ છે.
 
રાજ્યમાં CNGના ભાવની વાત કરવામાં આવે તો એક મહિનામાં CNGના ભાવમાં 8.69 રૂપિયાનો વધારો થયો છે. 1 ઓક્ટોબરે રાજ્યમાં CNGની કિંમત 56.30 રૂપિયા પ્રતિ કિલો હતી. 2 ઓક્ટોબરે તેમાં રૂ. 2.56નો વધારો થયો હતો. ભાવ વધીને 58.86 થયો હતો. 6 ઓક્ટોબરે ફરી એક રૂપિયો વધારવામાં આવ્યો હતો. જેની કિંમત 59.86 રૂપિયા થઈ ગઈ છે.  11 ઑક્ટોબરે 1.63 રૂપિયાનો વધારો થયો હતો, જેની કિંમત 61.49 રૂપિયા થઈ ગઈ હતી. 18 ઓક્ટોબરે, તે રૂ.1.50 વધીને રૂ. 62.99 પર પહોંચી ગયો છે.
 
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ અને ડિઝલની એક્સાઇઝ ડ્યુટી અને વેટમાં ઘટાડો કરી રાહત આપવામાં આવી છે.. ત્યારે હવે CNGના ભાવમાં પણ ઘટાડો કરવા માંગ કરવામાં આવી છે.સરકાર દ્વારા CNGના ટેક્સમાં ઘટાડો કરી CNGના ભાવમાં ઘટાડો કરવા ઓટો રીક્ષા એસોસિએશને માંગ કરી છે.અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા સરકારને CNG ગેસના ભાવમાં ઘટાડો રાહત આપવા માંગ કરી છે.
 
CNG માં વધેલા ભાવ સામે વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. CNG માં થયેલો ભાવવધારો સરકાર પરત લે એવી અપીલ કરવામાં આવી છે. 15 અને 16 નવેમ્બરે રિક્ષાચાલક એસોસિએશન દ્વારા 36 કલાક હડતાળની ચીમકી ઉચ્ચારાઈ છે ત્યારે એ પહેલાં સરકાર હકારાત્મક નિર્ણય લે એવી માગ કરવામાં આવી છે. હડતાળ થતા રિક્ષાચાલકોને નુકસાન થાય અને જનતા પણ પરેશાન થતી હોવાથી સરકાર ભાવવધારો પરત લે એવી અપીલ કરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તહેવારો પૂર્ણ થતાં રસીકરણ ઝૂંબેશ બન્યું વેગવંતુ, 136 સેન્ટરો પર રસીકરણ શરૂ