Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લઇને એમપી ગુજરાત સહિત 14 રાજોમાં સીબીઆઇના દરોડા, 83 વિરૂદ્ધ ફરિયાદ

ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લઇને એમપી ગુજરાત સહિત 14 રાજોમાં સીબીઆઇના દરોડા, 83 વિરૂદ્ધ ફરિયાદ
, બુધવાર, 17 નવેમ્બર 2021 (12:37 IST)
સીબીઆઇની મોટી કાર્યવાહી સામે આવી છે. ઓનલાઇન યૌન શોષણના ગુનામાં સીબીઆઇએ 14 રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોમાં રેડ પાડી કારવાહી શરૂ કરી છે. સીબીઆઇની અલગ અલગ ટીમો લગભગ 76 સ્થળો પર એક્સાથે રેડ પાડી હતી. બાળકોના અશ્વીલ વીડિયો બનાવવાનો ધંધો ગુજરાતમાં ચાલતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલાની તપાસ માટે સીબીઆઈની ટીમે ગુજરાતમાં ધામા નાંખ્યાં છે. 
 
અધિકારીઓના જણાવ્યા અનુસાર સીબીઆઇએ ઓનલાઇન યૌન શોષણના મામલે સામેલ 83 લોકો વિરૂદ્ધ 14 નવેમ્બરના રોજ 23 અલગ અલગ સ્થળોએ અલગ-અલગ કેસ નોંધાયા છે. 
 
સીબીઆઇના પ્રવક્તા આરસી જોશીના અનુસાર જે રાજ્યોમાં રેડ પાડવામાં આવી છે. તેમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર, ઓડિશા, તમિલનાડુ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, છત્તીસગઢ અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. 
 
ભોપાલ સહિત મધ્ય પ્રદેશના ત્રણ મોટા શહેરોમાં રેડ પાડવામાં આવી હતી. મધ્ય પ્રદેશમાં ગત વર્ષે 20 કેસ સામે આવ્યા છે. જ્યારે યૂપી આ મામલે સૌથી આગળ છે. અહીં 161 કેસ નોંધાયા છે. 
 
ઉલ્લેખનીય છેકે, ઓડિશામાં તપાસ અર્થે ગયેલાં સીબીઆઈના અધિકારીઓને સ્થાનિક મહિલાઓએ મારવા લીધાં હતાં. ચાઈલ્ડ પોર્નોગ્રાફીની તપાસમાં ગયેલી સીબીઆઈની ટીમ પર સ્થાનિકોએ હુમલો કરી દેતા સ્થાનિક પોલીસે બચાવ કરવા માટે વચ્ચે પડવું પડ્યું હતું. સ્થાનિક પોલીસે સીબીઆઇ અધિકારીઓનું રેસક્યૂ કર્યુ હતુ. સીબીઆઇએ ઓનલાઇન બાળ શોષણ કેસમાં 83 આરોપીઓ વિરૂદ્ધ 23 અલગ અલગ કેસ દાખલ કર્યા છે. 
 
તમને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટના જજ યૂ યૂ લલિતએ બાળકોના અધિકારને લઇને એક સંવાદ કાર્યક્રમમાં ચિતા વ્યક્ત કરી હતી હાલ બાળ તસ્કરી અને શોષણ જ નહી પરંતુ ચાઇલ્ડ પોર્નોગ્રાફી પર પણ ધ્યાન આપવાની જરૂર છે. 
 
NCRB ના હાલના આંકડા જણાવે છે કે દેશભરમાં બાળકો વિરૂદ્ધ સાઇબર ક્રાઇમ 2019 ની તુલનામાં 2020 માં 400 ટકાનો વધારો થયો છે. તેમાંથી મોટાભાગના કેસ વિડીયો, પ્રકાશન અને પ્રસારણ સંબંધી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બાવાળીયા બગડ્યા..! કુંવરજી બાવળીયા આક્રમક મૂડમાં