Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

કેજરીવાલની ગુજરાત મુલાકાત 2022 વિધાનસભામાં 182 સીટ પર ચૂંટણી લડશે આમ આદમી પાર્ટી - અરવિંદ કેજરીવાલ

ગુજરાતની રાજનીતિ ખરાબ છે

કેજરીવાલની ગુજરાત મુલાકાત 2022 વિધાનસભામાં 182 સીટ પર ચૂંટણી લડશે આમ આદમી પાર્ટી - અરવિંદ કેજરીવાલ
અમદાવાદ: , સોમવાર, 14 જૂન 2021 (12:47 IST)
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક દિવસની અમદાવાદની મુલાકાતે છે ત્યારે આજે અર્જવિંડ કેજરીવાલ એરપોર્ટે સીધા શાહીબાગ સર્કિટ હાઉસ પહોંચ્યા છે.આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે પણ ઓળખતા કેજરીવાલ આજે અન્ય નેતાઓની જેમ જ વિશાળ કાફલા સાથે અમદાવાદ પહોંચ્યા છે.પેટ્રોલના ભાવ અત્યારે 93 રૂપિયા સુધી પહોંચ્યા છે ત્યારે પોતાના સામાન્ય માણસ તરીકે ઓળખાવતા કેજરીવાલ આજે 14 ગાડીના કાફલા સાથે આવ્યા હતા જેમાં 3 પોલીસની ગાડી અને એક સરકારી ગાડી એમ કુલ 4 સરકારી ગાડી તથા કેજરીવાલ અને ગોપાલ ઇટાલિયા જે ગાડીમાં આવ્યા તે લક્ષયુરિયસ ફોર્ચ્યુનર ગાડી અને અન્ય 10 ખાનગી ગાડીઓ સાથે આવી હતી.પેટ્રોલના ભાવમાં થોડા સમય અગાઉ આમ આદમી પાર્ટી દ્વારા જ વિરોધ કરવામાં આવ્યો હતો અને આજે મોંઘી દાટ કારમાં અને વિશાળ કાફલા સાથે કેજરીવાલ અમદાવાદની મુલાકાત કરશે...

કેજરીવાલ શુ બોલ્યા 

- ગામડાઓમાં 20000 લોકોને મળ્યો અને પ્રેમ મળ્યો
- ઇમાનદાર રાજનીતિની વાત છે
- દરેક યુવાન, મહિલાને વિનંતી કરું છું. ખેડુતો વેપારીઓ માટે મેદાનમાં ઉતર્યો છું સાથ આપજો
- વલ્લભ સદન મંદિરમાં સામાન્ય માણસોનો પ્રવેશ અટકાવ્યો, આઇ કાર્ડ હોય તેમને જ પ્રવેશ આપવામાં આવે છે, કાર્યકર્તાઓ પણ બહાર રોકી દેવામાં આવ્યા
- આજે સવારે દિલ્લીથી અમદાવાદ આવ્યો
- -  એરપોર્ટથી બહાર આવ્યો ત્યારે એક કર્મચારીએ રોકી સેલ્ફી લેવા કહ્યું. કેમ આવ્યા પૂછ્યું.
-  ઈશુદાન ગઢવી આજે જોડાય છે
- એટલે આવ્યું એટલે તેને કહ્યું ઈશુદાન ગુજરાતના કેજરીવાલ છે એમ કહ્યું મને
-  આજે ગુજરાતની હાલત bjp અને કોંગ્રેસની કારસ્તાન છે
- 27 વર્ષથી ગુજરાતમાં માત્ર એક જ પાર્ટી છે
-  27 વર્ષ બંને પાર્ટીની મિત્રતાની છે.
- કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે
- ગુજરાતના ખેડૂતો આત્મહત્યા કરે છે-
- સરકારી સ્કૂલોની હાલત ખરાબ છે
- -  કોરોનામાં ગુજરાતને અનાથ છોડી દીધું
- આવી હાલતમાં ઇશુદાને જે નિર્ણય લીધો રાજનીતિમાં આવવાનો તે બદલ અભિનંદન
-  ગુજરાતમાં ભાજપને જ્યારે જ્યારે પણ જરૂર પડી છે ત્યારે કોંગ્રેસે માલ સપ્લાય કર્યો છે
- પોતાની કારકિર્દીના સૌથી સારા સમયને છોડી રાજનીતિમાં આવે છે
- સિસ્ટમની બહાર રહી આંદોલન કરી શકીએ, ન્યુઝ અને ડિબેટ લરી શકીએ
- 2022 વિધાનસભામાં 182 સીટ પર ચૂંટણી લડશે આમ આદમી પાર્ટી
-  યુવા બેરોજગાર, સારું શિક્ષણ નથી
- સરકારી હોસ્પિટલ, સ્કૂલો ખરાબ છે
- ગુજરાતની રાજનીતિ ખરાબ છે
- બંને પાર્ટીઓ સાથે મળી ચૂંટણી લડે છે
- ગુજરાતનું મોડલ ગુજરાતમાં જ રહેશે. ગુજરાતના લોકો પોતાનું મોડલ ખુદ તૈયાર કરશે
-  જનતાના મુદાઓની વાત કરવા આવ્યો છું.
 
-  વેપારીઓમાં ડર છે
-  ગુજરાતની મુલાકાત કેન્સલ કરાવી

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોના પર કાબૂ: આજે 455થી ઓછા નોંધાયા નવા કેસ, 6ના મોત