ભાજપ હાલમાં ચારેબાજુથી વિરોધનો સામનો કરી રહેલો પક્ષ છે. ત્યારે ગુજરાતમાંથી મોદીના દિલ્હી પહોંચ્યા બાદ બે સીએમ બદલાયા છે. ત્યારે હવે આવનારી ચૂંટણીમાં પક્ષની સ્થિતિને જોઈને ભાજપ સીએમ વિજય રૂપાણીને સીએમ નહીં બનાવે તથા અન્ય કોઈ ચહેરાને આ માટે પસંદ કરી શકે છે. પીએમ મોદી રાજકારણમાં અચાનાક કોઈ ઘટના સર્જવા માટે જાણીતા છે. ત્યારે હવે સીએમ ઉમેદવાર કોણ હશે તેનો વિચાર કરતાં પણ વિચાર કરવાની સ્થિતી સર્જાઈ શકે છે અગાઉ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનું નામ સીએમ પદ માટે ચર્ચાએ ચડ્યું હતું પરંતું હવે આ નામની સાથે બીજા અન્ય નામો પણ ચર્ચામાં છે. ચર્ચામાં રહેલા નામોમાં શંકર ચોધરીનું નામ પણ છે. વિજય રૂપાણી કુદરતી હોનારતો અને રાજકિય આંદોલનો ખાળવામાં નિષ્ફળ સાબિત થતાં હવે ભાજપ નવા ચહેરાની શોધમાં છે.