Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અમદાવાદમાં કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં 71 વર્ષ બાદ પાંજરા બદલવાની કામગીરીનું આયોજન કરાયું

અમદાવાદમાં કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં 71 વર્ષ બાદ પાંજરા બદલવાની કામગીરીનું આયોજન કરાયું
, બુધવાર, 30 માર્ચ 2022 (10:43 IST)
કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવતા હોય છે, ત્યારે પ્રાણી સંગ્રહાલય બન્યાના 71 વર્ષ બાદ તેના પાંજરા બદલવા અને તેના રિનોવેશનની કામગીરી કરવાનું આયોજન કરાયું છે.

પ્રાણીઓ તેમની અનુકૂળતા પ્રમાણે રહી શકે તેવા પાંજરા બનાવવા માટે સેન્ટ્રલ ઝુ ઓથોરિટી દિલ્હીની પરમિશન લઇને તેને બદલવાની કામગીરી વર્ષ 2022-23ના બજેટમાં મુકાઇ છે. આમ એક કરોડની જોગવાઇમાં પ્રાણી સંગ્રહાલયના પાંજરા બદલવાથી લઇને રસાલા ગાર્ડનનો વિકાસ સહિતની સુવિધાઓ આપવાનું આયોજન છે.વર્ષ 1951માં બનેલા શહેરનાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના પાંજરા જૂના થઇ ગયા હોવાથી સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી પાસેથી પરમિશન લઇને તેને બદલવા માટે માસ્ટર પ્લના બનાવાયો હતો. જેમાં પાંજરાના રિનોવેશનની કામગીરી હાથ પર લેવાની મંજૂરી આપવામાં આવી હતી. જેન પગલે વર્ષ 2022-23ના બજેટમાં પ્રાણીસંગ્રહાલયના પાંજરાનું રિનોવેશન અને મેઇન્ટેનન્સની જોગવાઇ કરવામાં આવી છે. જ્યારે પક્ષીઓના વિભાગમાં નવી એવરી બનાવવામાં આવશે.

જો કે પ્રાણી સંગ્રહાલયમાં હાલમાં જે વાનરો પાંજરામાં છે. તેમાં બદલાવ લાવવામાં આવશે. કેમકે વાનરોને બાયોલોજીકલ તરીકે અનુકૂળ હોય તેવા નવાં મોટા પાંજરા બનાવવામાં આવશે. તેમજ હરણ માટે પણ પાંજરા બનાવાશે. જ્યારે પ્રાણી સંગ્રહાલયના હસ્તકમાં આવતા રસાલા ગાર્ડનમાં પણ વધુને વધુ મુલાકાતીઓ આવે તે માટે તેનો વિકાસ કરવાનું પણ આયોજન કરાયું છે.આ ઉપરાંત મુલાકાતીઓને કોઇ તકલીફ ના પડે તેનું ધ્યાન રાખીને કાંકરિયા ગેટ નંબર 4 ને મોટો બનાવીને તેની પાસે મુલાકાતીઓનો સામાન મૂકવા માટે એક રૂમ બનાવવાનું આયોજન કરાયું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નવસારીમાં ધોરણ-12નો વિદ્યાર્થી પરીક્ષા આપવા જાય તે પહેલા જ હ્રદયરોગના હુમલાના કારણે મોત