Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લગ્નના કાર્યક્રમમાં ભેંસે કર્યુ કાંડ, બે ઘાયલ, જાણો સુરતમાં એવુ તે શુ થયુ

shivratri
સૂરત. , સોમવાર, 24 ફેબ્રુઆરી 2025 (18:51 IST)
shivratri
Buffalo Crashes Wedding  હીરા નગરી સૂરતમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. સૂરતમાં સલાબતપુરામાં એક ભેંસ લગ્નના કાર્યક્રમમાં ઘુસી આવી. તેનાથી કાર્યક્રમમાં દોડ-ધામ મચી ગઈ. મહેમાન બચવા માટે આમતેમ ભાગવા લાગ્યા. ભેંસના તાંડવ મચાવવાથી બે બાળકીઓ ઘાયલ થઈ ગઈ. તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. સામે આવ્યુ છે કે ભેંસને એક ટેંપોમાં ઉભા કરીને લઈ જવામાં આવી રહી હતી. ત્યારે રસ્તામાં ભેંસ કોઈ કારણસર બેકાબુ થઈ ગઈ અને તે લગ્નના કાર્યક્રમમાં ઘુસી ગઈ. 
 
કેવી રીતે થયુ ?
સૂરત પોલીસ મુજબ શનિવારે બપોરે બે વાગ્યાના લગભગ સલાબતપુરામાં એક લગ્નનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. સંગીત વચ્ચે મેહમાન લજીજ વાનગીઓની મજા લઈ રહ્યા હતા. ત્યા ખૂબ હલચલ હતી. આ દરમિયાન એક બેકાબુ થઈને દોડતી ભેંસ મંડપમાં ઘુસી ગઈ. ત્યારબાદ ત્યા દોડધામ મચી ગઈ.  પોલીસ મુજબ લગ્નમાં મચેલી ભાગદોડમાં બે નાની બહેનો ઘાયલ થઈ ગઈ. તેમની વય 11 અને 9 વર્ષ છે.  પોલીસ મુજબ ભેંસના માલિક નઈમ કુરૈશી અને ટેમ્પો ચાલક વિરુદ્ધ બેદરકારીનો કેસ નોંધાયો છે.  ઘટના શનિવાર બપોરની છે.  કુરૈશી ભેંસને વેચવા માટે લાવ્યો હતો. ઉતારતી વખતે ભેંસ બેકાબુ થઈને લગ્નમાં ઘુસી ગઈ. 
 
ખુશીની વચ્ચે મચી ભગદડ 
એક પોલીસ અધિકારીએ કહ્યુ કે આ ઘટના ખરેખર વિચિત્ર હતી. લગ્નની ખુશી અચાનક ભાગદોડમાં બદલાય ગઈ. ભેંસના બેકાબૂ થવાથી લોકો ગભરાય ગયા. બંને બાળકીઓને વાગવુ દુર્ભાગ્યપૂર્ણ છે. ભેંસ ઉતારતી વખતે સંપૂર્ણ સાવધાની રાખવી જોઈતી હતી.   આમાં ટેમ્પો ડ્રાઈવરની પણ થોડી બેદરકારી છે. તેણે એ પણ સુનિશ્ચિત કરવું જોઈતું હતું કે ભેંસને સુરક્ષિત રીતે ઉતારવામાં આવે. ભેંસના કારણે થયેલી નાસભાગને કારણે લગ્ન સમારોહની સજાવટ બગડી ગઈ અને મજા બગડી ગઈ. આ આખી ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

6 કલાકમાં નહી ફક્ત 45 મિનિટમાં જ ભરૂચથી ભાવનગર પહોચી જશો, PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પર એક્ટિવ થયુ ગડકરીનુ મંત્રાલય