Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

નડિયાદમાં BSF જવાનને મોતને ઘાટ ઉતાર્યો, ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઇ વિદાય

નડિયાદમાં  BSF જવાનને મોતને ઘાટ ઉતાર્યો, ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઇ વિદાય
, મંગળવાર, 27 ડિસેમ્બર 2022 (13:09 IST)
નડિયાદ તાલુકાના ચકલાસી ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં BSF જવાનની હત્યા કરવામાં આવતા ચોતરફ અરેરાટી મચી ગઈ છે. નડિયાદના વનીપુરાના યુવાને BSF જવાનની પુત્રીનો વિડીયો બનાવી વાયરલ કરતાં યુવાનને ઠપકો આપવા ગયેલા BSF જવાન પર ધારીયા અને લાકડી લઈ 7 લોકો તૂટી પડ્યા હતા. જે બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા BSF જવાનનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે.
 
આ ઘટનાની મળતી માહિતી અનુસાર 7 લોકોએ એકઠા થઈ BSF જવાન અને તેમની પત્ની તથા દિકરા પર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં BSF જવાનનો પુત્ર પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. નડિયાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરે BSF જવાનને મૃત જાહેર કર્યો હતો. જ્યારે પુત્ર નવદીપની ગંભીર હાલતને લઇ અમદાવાદ સિવિલ રિફર કરાયો છે. હાલમાં ચકલાસી પોલીસે ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 
 
મળતી માહિતી પ્રમાણે મૃતક જવાન છેલ્લા 28 વર્ષ બીએસએફમાં નોકરી કરતો હતો. શનિવારેના સુમારે આ ઘટના બની હતી. BSF જવાનો દ્વારા મૃતક BSF જવાન મેલાજી ભાઈ ડાયાભાઈ વાઘેલાને ગાર્ડ ઓફ ઑનર આપવામાં આવ્યુ હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Welcome New Year 2023: નવા વર્ષના પહેલા દિવસે કરી લો આ ઉપાય, ભાગ્ય આપશે તમારો સાથ