Webdunia - Bharat's app for daily news and videos

Install App

બ્રહ્માકુમારીઝ, ગાંધીનગર સંચાલિકા આદરણીય કૈલાશ દીદીજીનો દિવાળી નિમિત્તે શુભ સંદેશ

Webdunia
શનિવાર, 26 ઑક્ટોબર 2019 (10:07 IST)
સર્વ આત્માઓના પરમપિતા શિવ પરમાત્માના અતિ પ્યારા, દુલારા, લાડલા મારા સૌ ભાઈ બહેનોને પ્રકાશના તહેવાર દિવાળીની શુભ વધાઈ હો.  હમણાં જ નવરાત્રિમાં આપણે સૌએ પરમતત્વની આરાધના થકી અષ્ટશક્તિ ધારણ કરેલ અને વિજયા દશમી- દશેરા પર આપણામાં રહેલ રાવણનો નાશ- દહન કરી અવગુણ, દુરાચાર, ભ્રષ્ટાચાર, નકારાત્મકતાને તિલાંજલી આપેલ. ફલસ્વરૂપ આપણે સૌએ નવયુગ-સતયુગ તરફ પ્રયાણ કરેલ છે.. જેની સ્થૂળ યાદગાર રૂપે ઘર-ઘરમાં સફાઈ કરી પ્રકાશનો  તહેવાર દિવાળી મનાવીએ છીએ.

નવા વર્ષે નવા ઉમંગ, ઉત્સાહ, આનંદ અને જોશ સાથે સૌની સાથે મિલન મનાવીએ છીએ. અને ભાઈ બીજના દિવસે ભાઈ બહેનના પવિત્ર સંબંધની યાદને તાજી કરીએ છીએ. પરમપિતા શિવ પરમાત્મા પણ આપનાં સૌના માટે ભારતની પાવન ભૂમી પર જ સંપૂર્ણ સુખ, શાંતિ,સ્વાસ્થ્ય અને દિર્ઘાયુ યુક્ત નવી સતયુગી સ્વર્ણિમ દુનિયાની પુન: સ્થાપના કરી રહ્યા છે ત્યારે ચાલો આ દિવાલી પર આપણે એક બીજા સાથે આત્મા- આત્મા ભાઈ ભાઈના નાતે ભાઈચારા, સહકાર, સહયોગ, કલ્યાણની ભાવના અપનાવી વશુધૈવ કુટુંકમ ને ચરિતાર્થ કરીએ. સૌને સુખ આપીએ અને સુખ  પ્રાપ્ત કરીએ. દિવાળીનો આ તહેવાર આપને તથા આપના પરિવારને સુખ, શાંતિ, આનંદ, પ્રેમ, પવિત્રતા, જ્ઞાન થી ભરપૂર કરે એવી શુભ ભાવના અને શુભ કામના સહ આશીર્વાદ છે.  
                                                                                                                  ઇશ્વરીય સેવામાં,
                                                                                                                                          બી.કે.કૈલાશ દીદી

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

પરણિત યુવકે 7 રાજ્યોમાં 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા, ખાનગી ફોટા બતાવીને બ્લેકમેલ કરતો હતો

કર્ણાટકમાં ઈદ મિલાદ ઉન નબી પર હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતરી આવ્યા.

જ્યારે લોકો કહેશે કે તેઓ ઈમાનદાર છે ત્યારે જ બનીશ હુ મુખ્યમંત્રી - અરવિંદ કેજરીવાલ

યુપીમાં કલમ 163 લાગુ! 15 સપ્ટેમ્બરથી 13 નવેમ્બર સુધી આ વસ્તુઓ પર પ્રતિબંધ રહેશે

દિલ્હીમાં ડેન્ગ્યુનો કહેર, 2 લોકોના મોત, 260 મેલેરિયા અને 32 ચિકનગુનિયાના કેસ નોંધાયા

આગળનો લેખ
Show comments