Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

GSEB Supplementary Exam 2023 - ધોરણ 10 અને ધોરણ 12ની પૂરક પરીક્ષા

GSEB Supplementary Exam 2023
, સોમવાર, 10 જુલાઈ 2023 (12:11 IST)
10th and 12th Supplementary Exam 2023 આજે રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા યોજાશે. ધોરણ 10 ને 12 ના એક કે બે વિષયમાં નાપાસ થયેલા 2.60 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પૂરક પરીક્ષમાં ધોરણ 10 માં બે વિષય, ધોરણ 12 સાયન્સમાં બે વિષય અને સામાન્ય પ્રવાહની એક વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે. આ પરીક્ષા 10 થી 14 જુલાઇ સુધી અલગ અલગ વિષયની પરીક્ષા યોજાશે.
 
વિદ્યાર્થીઓનું સ્ક્રિનિંગ
અમદાવાદમાં ધોરણ 10ના 2 વિષયમાં નાપાસ હોય તેવા 12,000 વિદ્યાર્થીઓ આજથી પૂરક પરીક્ષા આપવાના છે. આજે ધોરણ 10માં ગણિત વિષયનું પેપર છે. વિદ્યાર્થીઓને હોલ ટિકિટ સાથે જ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. બોર્ડની પરીક્ષાની જેમ જ વિદ્યાર્થીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. બિનજરૂરી સાહિત્ય સાથે કોઈપણ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. સમગ્ર પરીક્ષાનું સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
 
બોર્ડની પરીક્ષાના નિયમ અનુસાર પરીક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આજે પ્રથમ તબક્કામાં ગણિતની પરીક્ષા છે, જેમાં 300 વિદ્યાર્થીઓ અમારા કેન્દ્ર પર પરીક્ષા આપવાના છે. વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલા જ માર્ગદર્શન આપવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓ મૂઝવણમાં ન મુકાય. ખંડ નિરીક્ષકને પણ સૂચના આપવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ યોગ્ય રીતે પરીક્ષા આપી શકે. તમામ વિદ્યાર્થીઓનું સીસીટીવી કેમેરા વડે મોનિટરિંગ કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Happy Birthday Sunil Gavaskar: ગાવસ્કર નિવૃત્તિના વર્ષો પછી પણ કરોડો કમાય છે! કુલ નેટવર્થ જાણો