Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

BJP Page Pramukh sammelan - ઉ.ગુજરાતમાં ભાજપને સુરતવાળી થવાનો ડર એટલે પેજ પ્રમુખનું સંમેલન ગાંધીનગરમાં?

BJP Page Pramukh sammelan - ઉ.ગુજરાતમાં ભાજપને સુરતવાળી થવાનો ડર એટલે પેજ પ્રમુખનું સંમેલન ગાંધીનગરમાં?
, મંગળવાર, 11 જુલાઈ 2017 (10:42 IST)
વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે ધમધમાટ શરૃ કર્યો છે જેના ભાગરૃપે પેજપ્રમુખોના સંમેલનો મળી રહ્યાં છે. જોકે, ઉત્તર ગુજરાતના પેજપ્રમુખોના સંમેલન મહેસાણાને બદલે ગાંધીનગર યોજવામાં આવી રહ્યું છે કેમ કે, ભાજપને સુરતવાળી થવાનો ડર સતાવી રહ્યો છે. ૧૧મી જુલાઇએ ગાંધીનગરમાં ઉત્તર ગુજરાતના પેજપ્રમુખોનું સંમેલન આયોજિત કરાયુ છે. સૂત્રો કહે છેકે, કેતન પટેલ કસ્ટોડિયલ ડેથનો મામલો હજુય ગરમાયેલો જ છે જેના લીધે પાટીદારો ભાજપથી ભારોભાર નારાજ છે.

આ કારણોસર ભાજપ મહેસાણામાં સંમેલન યોજે તો પાટીદારો સુરતવાળી કરી શકે છે તેમ ખુદ પોલીસ વિભાગનું માનવુ છે. આ પેજપ્રમુખ સંમેલનમાં અમિત શાહ ઉપસ્થિત રહેશે . ભાજપ માટે અત્યારે મહેસાણામાં સંગઠનનું સંમેલન યોજવુ અઘરૃ બન્યું છ પરિણામે જ ઉત્તર ગુજરાતના પેજપ્રમુખોને ગાંધીનગર બોલાવવા પડયાં છે. ઉલ્લેખનીય છેકે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પેજપ્રમુખોના સંમેલન યોજાઇ ચૂક્યા છે. જોકે, હજુય ભાજપના સંગઠનનો મેળ પડયો નથી. આંતરિક વિખવાદને લીધે જ દિલ્હીથી લીલીઝંડી મળતી નથી જેના લીધે રૃપાણીના વખતના સંગઠનની ગાડી દોડે રાખે છે. હોદ્દાની લાલચમાં કાર્યકરો દોડી રહ્યાં છે ,બાકી તો ,પેજપ્રમુખો ય સંમેલનમાં આવતા નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટ્રાફિકના ભંગ બદલ અમદાવાદમાં 9.61 લાખ લોકોને મળ્યો ઈ મેમો , 1000થી વધુ લોકોનાં લાયસન્સ રદ થયાં