ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પ્રવાસ કર્યા હતા. તેમના પ્રવાસ દરમિયાન હાજર રહેલા અનેક નેતાઓ, મંત્રીઓ, ધારસભ્યો, સાંસદો, જિલ્લાના આગેવાનો કોરોના સંક્રમિત થયા હતા. આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા પણ કોરોના પોઝિટિવ થતાં બન્ને ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા છે.
પ્રદેશ પ્રમુખને કોરોના પોઝિટિવ આવતા તેમના સંપર્કમાં આવેલા નેતાઓ, મંત્રીઓ સહિત કાર્યકરોમાં ભયનો માહોલ છે. નોંધનીય છેકે, આજે કમલમમાં પણ 6 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા ઉપરાંત પ્રદેશ કાર્યાલય કમલમના પ્રદેશ કાર્યલાયના મંત્રી પરેશ પટેલ, મહિલા મોરચાના કાર્યાલય મંત્રી મોના રાવલ, ટેલિફોન ઓપરેટર રાકેશ પંડ્યા, સફાઈકર્મીઓને લાવનાર ડ્રાઈવર, 2 સફાઈકર્મી કોરોના પોઝિટિવ આવ્યા છે. કમલમમાં કોરોનાના પોઝિટિવ કેસ આવતા કાર્યાલયની ઓફીસ બહાર રીબીનવાળા બેરિકેડ લગાવવામાં આવ્યા છે.