એશિયાના સૌથી મોટા ઔધોગિક ક્ષેત્ર અંકલેશ્વરમાંથી એકવાર ફરી ડ્રગ્સનો કાળો વેપાર પકડાયો છે. નશા વિરુદ્ધ કેન્દ્ર સરકારની જીરો ટોલરેંસ નીતિ અને નશા મુક્ત ભારત અભિયાન હેઠળ દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસે સંયુક્ત અભિયાન ચલાવ્યુ હતુ. જેમા સફળતા મળી છે. સંયુક્ત ઓપરેશનમાં અંકલેશ્વરથી 5000 કરોડ રૂપિયાની 518 કિલોગ્રામ કોકિન જપ્ત થઈ છે. આ પહેલા દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે 1 ઓક્ટોબર 2024ના રોજ મહિપાલપુરમાં તુષાર ગોયલ નામના વ્યક્તિના ગોદામ પર છાપામારી કરીને 562 કિલોગ્રામ કોકેન અને 40 કિલોગ્રામ હાઈડ્રોપોનિક મારિજુઆનાનો જથ્થો જપ્ત કર્યો હતો.
દેશભરમાં ખળભળાટ મચાવનારા આ કેસમાં કેવી રીતે ડ્રગ્સ પકડાયું તે પણ રસપ્રદ છે. ગત 1 ઓક્ટોબર 2024ના રોજ દિલ્હીની સ્પેશિયલ સેલે મહિપાલપુરમાં તુષાર ગોયલના વેરહાઉસમાં દરોડા પાડ્યા હતા.આ દરોડા દરમિયાન 562 કિલો કોકેઈન મળી આવ્યું અને 40 કિલોગ્રામ જેટલો હાઈડ્રોપોનિક ગાંજો પણ મળ્યો હતો.
માહિતી અનુસાર, દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસના સ્પેશિયલ સેલે આજે, 13 ઓક્ટોબર, 2024 ના રોજ, ગુજરાતના અંકલેશ્વરમાં અવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીની શોધખોળ દરમિયાન 518 કિલો કોકેન જપ્ત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લગભગ 5,000 કરોડ રૂપિયા છે. પોલીસની સ્પેશિયલ સેલે 1 ઓક્ટોબર, 2024ના રોજ મહિપાલપુરમાં કોકેન જપ્ત કર્યું હતું. આ પછી, 10 ઓક્ટોબર, 2024 ના રોજ તપાસ દરમિયાન, દિલ્હીના રમેશ નગરમાં એક દુકાનમાંથી લગભગ 208 કિલો વધારાનું કોકેન મળી આવ્યું હતું.